સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર
શ્રી નૂતન કેળવણી મંડળ, ઇલોલ સંચાલિત ઇલોલ ગૃપ સહકારી મંડળી હાઇસ્કૂલ ઇલોલ અને આર. એ. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ઇલોલ ના પ્રાંગણમાં 22 -02-2025 ને શનિવારના રોજ ધોરણ 10 નો શુભેચ્છા તથા ધોરણ 12 નો વિદાય સમારોહ તેમજ શાળાના ક્લાર્ક નો વિદાય સન્માન તથા શાળાના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ શાળાના પૂર્વ આચાર્ય અને ગુજરાત રાજ્ય સમન્વયના સંયોજક એવા શ્રી નર્મદભાઈ ત્રિવેદી સાહેબના અધ્યક્ષ સ્થાને ઉજવાયો.
સમારોહની શરૂઆત સુંદર પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા માં સરસ્વતી આગળ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી હબિબાબાનું થાવરા દ્વારા મહેમાનોનો પરિચય આપી શબ્દોરૂપી પુષ્પો વડે તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ત્યાર પછી આવેલ મહાનુભાવોને ફૂલહાર તથા શાલ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. શાળાના ક્લાર્ક જગદીશભાઈ પરમારની બદલી થતાં તેમને શાલ તથા ફૂલહાર પહેરાવી તેમજ શ્રી નૂતન કેળવણી મંડળ, શાળા પરિવાર , કર્મચારી મંડળી, જ્ઞાન સહાયક મિત્રો, કાર્યાલય પરિવાર , શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમને ભેટ અર્પણ કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પૂર્વ આચાર્ય એવા અનવરભાઈ જેઓ નિવૃત્ત થયા બાદ પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે હેતુથી તેઓએ પોતાની સેવા ચાલુ રાખી હોઈ શ્રી નૂતન કેળવણી મંડળ પરિવાર વતી તેમને શાલ તથા ફૂલહાર પહેરાવીને તેમજ 11000 રૂપિયાનો ચેક આપી તેમને સન્માનવામાં આવ્યા હતા
ત્યારબાદ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓને તથા રાજ્યકક્ષાએ ,જિલ્લા કક્ષાએ
, વિજ્ઞાન પ્રદર્શન તથા શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ 12 માં અભ્યાસ કરતી અફિફા વિજાપુરા દ્વારા પોતાનો શાળાનો અભિપ્રાય જણાવી ગુરુઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાન અને એકજોટિકા સ્કૂલ ના નિયામક, માઈન્ડ પાવર અને મેમરી પાવર ધરાવનાર રજનીકાંત પટેલ સાહેબ દ્વારા બાળકોને રિવિઝન અને રીપિટેશન વચ્ચેનો ભેદ લાઇવ ડેમો દ્વારા સમજાવીને નવીન ઊર્જાનો સંચાર કર્યો હતો. તેમણે બાળકોને વિવિધ પ્રશ્નો પૂછીને તેમનામાં વિચારો વિશે જાણીને નેગેટિવ નહિ પોઝિટિવ બનવા માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ સમારંભ અધ્યક્ષ અને પૂર્વ આચાર્ય નર્મદભાઇ ત્રિવેદી સાહેબે પોતાના ભૂતકાળના દિવસો યાદ કરીને બાળકોમાં શિક્ષણ પ્રત્યે લગાવ રાખી આગળ વધવા માટે હાકલ કરીને આશીર્વચન આપ્યા હતા અને શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને તેમની શિષ્યા હબિબા બેનને પુસ્તક તથા ગુલદસ્તો આપી સન્માન કર્યું હતું. ત્યારબાદ કડોલી હાઇસ્કૂલના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા 10 અને 12 ના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી જીવનમાં પ્રગતિ સાધી આગળ વધે તેવા આશીર્વચન આપ્યા હતા. સમારંભ ના અતિથિ વિશેષ એવા અનવર ભાઈ ખણુશિયા સાહેબે બાળકોને આશીર્વાદ આપી શાળામાં નવીન આધુનિક સ્ટેજ ભેટ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે સમારંભના મુખ્ય મહેમાન અને તાજ સ્ટીલ હિંમતનગર ના માલિક સલીમભાઈ કાવડિયા દ્વારા બાળકોને ઈનામ માટે 11000 રૂપિયા આપી પ્રોત્સાહિત કર્યા હતા.
શાળામાંથી સેવકમાંથી ક્લાર્ક નું પ્રમોશન મેળવનાર કિશનસિંહ ઝાલાને ફૂલહાર તથા શાલ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિશનસિંહ ઝાલા તથા જગદીશભાઈ પરમાર દ્વારા શાળાના તમામ બાળકો તથા તમામ મહેમાનો માટે ભોજન દાતા બન્યા હતા. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ સુરેશભાઈ વણકર, ઉપપ્રમુખ અહેમદભાઈ ઢાપા, મંત્રી ઇકબાલ ભાઈ ખણુશિયા , સહમંત્રી નટવરભાઈ પ્રજાપતિ ,પૂર્વ પ્રમુખ અને કારોબારી સદસ્ય નટુભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા સ્ટાફે સાથ અને સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભરત એચ. પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 152515
Views Today : 