તાપી માં ધોરણ ૧૦-૧૨ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ને પરીક્ષા લક્ષી સામગ્રી નું વિતરણ ગંગા સમગ્ર ધ્વારા કરવામાં આવ્યું
(એક ભારત ન્યુઝ -સંજય ગાંધી)
ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા તા.૨૬/૦૨/૨૦૨૫ બુધવાર મહાશિવરાત્રી નિમિત્તે શ્રી શબરીમાતા કન્યા છાત્રાલય મુસા રોડ વ્યારા ખાતે ધો.10,12 ની બોર્ડની પરીક્ષા આપનાર 60 વિદ્યાર્થીનીઓ ને પરીક્ષા લક્ષી સામગ્રી પાઉચ,પેન,પેન્સિલ,રબર,સંચો, ફૂટપટ્ટી વગેરે જેવી વર્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.
સાથે જ એમનો ઉત્સાહ વધારી પરીક્ષામાં શાંતચિત્તે અને ધીરપૂર્વક પેપર લખવા માર્ગદર્શન આપવામાં આવ્યું. છાત્રાલયના વોર્ડન વિલાસબેન તથા ગંગા સમગ્ર તાપી પ્રાંત ના શિક્ષણ આયામ અધ્યક્ષ નીમિષાબેન ભાવસાર નાં હસ્તે ભેટ વસ્તુ મેળવી વિદ્યાર્થીનીઓ એ ખુબજ ખુશી અનુભવી હતી.





Total Users : 147141
Views Today : 