>
Saturday, May 17, 2025

મોબાઇલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમને પકડી કિંમત રૂપિયા ૮,૦૦૦/-નો મુદામાલ રીકવર કરતી ખેરોજ પોલીસ.

મોબાઇલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમને પકડી કિંમત રૂપિયા ૮,૦૦૦/-નો મુદામાલ રીકવર કરતી ખેરોજ પોલીસ.

 

(એક ભારત ન્યુઝ – સંજય ગાંધી)તા.૨૫/૨/૨૫

નાયબ પોલીસ મહા નિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા

પોલીસ અધિક્ષક શ્રી,સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં મિલકત સંબધી ચોરીઓના બનાવ

સંબધે આવી ચોરીયો કરતા ઇસમોને પકડી ગુન્હા બનતા અટકાવવા સારૂ તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહીલ સાહેબ ઇડર વિભાગ ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન આ દિશામાં સતત કાર્યશીલ હતા.

આજરોજ રોજ તા.૨૫/૦૨/૨૦૨૫ ના રોજ ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેક્ટર પોલીસ

સ્ટેશન નાઓની સુચના મુજબ અમો તથા તાંબાના પોલીસ કર્મચારીના માણસો મીલ્કત સંબંધી ગુના શોધી કાઢવાની

દીશામાં સતત કાર્યશીલ હતા તે દરમ્યાન કોટડાગઢી ખાતે આવતા સાથેના અ.પો.કોન્સ રાજુભાઇ લુમ્બાભાઇ

બ.નં.૮૨૪ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કોટડાગઢી ગામ ખાતે એક ઇસમ જને આખી બાયનુ સફેદ તથા પીળા કલરનુ ચોકડી વાળુ શર્ટ તથા કમરે વાદળી કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ જે ઇસમ બીલ વગરનો મોબાઇલ

ફોન સસ્તા ભાવે વેચાણ સારૂ ફરે છે જે બાતમી હકીકત આધારે કોટડાગઢી પંચાયત પાસે આવેલ રોડ ઉપર જઇ સદરી વર્ણનવાળા ઇસમને પકડી પાડી સદરી ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ નજીરભાઇ ધર્માભાઇ સોલંકી

ઉ.વ.આ.૧૯ ધંધો.ખેતી રહે.હુરોત ફળીયુ કોટડાગઢી તા.પોશીના જી.સાબરકાંઠાનાનો હોવાનુ જણાવેલ અને સદરી

અંગ ઝડતી કરતા એક VIVO T2X 5G નો મોબાઇલ ફોન મળી આવેલ હોય જે મોબાઇલ ફોનના આધાર પુરાવા માંગતા સદરીએ કોઇ સતોષ કારક જવાબ આપેલ નહી જેથી યુક્તી પ્રયુક્તીથી પુછતા પોતે આ મોબાઇલ ફોન ચોરી કરેલ હોવાનુ કબુલ કરતો હોઇ જેથી VIVO T2X 5G નો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૮,૦૦૦/- નો ખેરોજ પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૦૩૨૫૦૦૧૧/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ

થયેલ હોય જે મોબાઇલ ફોન સદરી ઇસમ પાસેથી મળેલ હોય જે તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે આમ સદર ગુન્હાનો મુદામાલ રીકવર કરી ગુન્હો ડીટેક્ટ કરી મિલકત સબંધી ગુન્હાનો ભેદ ઉકેલવામાં ખેરોજ પોલીસ ટીમનેસફળતા મળેલ છે

પકડાયેલ આરોપી

નજીરભાઇ ધમાગભાઇ સોલંકી ઉ.વ.આ.૧૯ ધંધો.ખેતી રહે.હુરોત ફળીયુ કોટડાગઢી તા.પોશીના જી.સાબરકાંઠા

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

(૧) ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન

(૨) અ.પો.કોન્સ રાજુભાઇ લુમ્બાભાઇ બ.ન-૮૨૪

(૩) અ.પો.કો વિરેન્દ્રકુમાર અમૃતભાઇ બ.નં.૫૪૨

(૪) અ.પો.કો કમલભાઇ રણજીતભાઇ બ.નં.૨૮૫

 

 

 

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores