*સોનગઢ ખાતે શ્રી શિવાજી યુવક મંડળ ની કારોબારી બેઠક યોજાઈ*
આજરોજ તારીખ 27/02/2025 ના રોજ રાત્રે 9:00 કલાકે શિવાજીનગર ખાતે આવેલ શ્રી શિવાજી યુવક મંડળના કાર્યાલયમાં મંડળ સાથે જોડાયેલ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી શિવાજી યુવક મંડળની કારોબારી બેઠકનું આયોજન પ્રમુખશ્રી જગદીશભાઈ મરાઠે ના અધ્યક્ષ સ્થાનેથી રાખવામાં આવેલ હતી જેમાં આવનાર વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, સંગઠન મંત્રી, ખજાનચી,ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી તેમાં પ્રમુખ તરીકે હિતેશભાઈ મરાઠે, (૧) યોગેશભાઈ ગાયકવાડ (૨) કેતન કરંકાલ, સંગઠન મંત્રી (૧) ચેતન પાટીલ (૨) પ્રેમ ચૌધરી, ખજાનચી (૧) મુકેશ પવાર (૨) કૃણાલ (વિકી) મહાલે ની નિમણૂક કરી જવાબદારી સોંપવામાં આવી હતી. આ તમામ હોદ્દેદારોના નેતૃત્વમાં મંડળ સામાજિક,ધાર્મિક ઉત્થાનના કાર્યમાં અગ્રેસર રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.








Total Users : 153620
Views Today : 