ખેડબ્રહ્મા પોલીસ દ્વારા બે વર્ષથી પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાના ઓએ નાસતા ફરતા આરોપી ઝડપી લેવા માટે સૂચના કરેલ હોય જે સંદર્ભે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર પઢેરિયા અને પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઈસમોને પકડવા સૂચના આપેલ હતી
જે આધારે પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત તપાસમાં હતા તે દરમિયાન પો.કો. વિકાસભાઈ હસમુખભાઈ ને ખાનગી રહે બાતમી હકીકત મળી કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન સી કાર્ટ મુજબના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી બેચરજી બળદેવજી ઠાકોર રહે ઠાકોર વાસ સખપુરડા તા. જીલ્લો મહેસાણા પકડવાનો બાકી હોય અને તે મહેસાણા ખાતે કોર્ટ મુદતે જનાર છે તે બાતમી હકીકતના આધારે ટીમના માણસો મોકલી આપતા આરોપી મળી આવતા પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
આમ છેલ્લા બે વર્ષથી પ્રોહીબિશન ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી અને આ કામગીરીને ખેડબ્રહ્મા ના નગરજનોએ બિરદાવી હતી
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 150848
Views Today : 