વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમના ત્રિ-દિવસિય પ્રવાસના બીજા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી પહોંચતા સોમનાથ હેલિપેડ ખાતે તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડ ખાતે વડાપ્રધાનશ્રીના સ્વાગત-સત્કાર માટે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની, જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા તથા અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ગીર સોમનાથ







Total Users : 145799
Views Today : 