વડાલીમાં વાહનચાલક સામે ટ્રાફિક જમાદાર અને ટીઆરબી જવાન દાદાગીરી કરતા હોવાના આક્ષેપ કરાયા
વડાલી પોલીસ દ્વારા વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર આવેલા ધામડી પાટિયા પાસે વાહન ચેકીંગ દરમિયાન અમદાવાદ થી આવતા વાહનચાલક ને રોકી એમ પરિવહનમાં ડોક્યુમેન્ટ રજૂ કરવા છતાં ટ્રાફિક જમાદારે મેમો ફાડી ને અહીંયા થી બીજીવાર નીકળતો નહીં તેવી ધમકી આપી ને ટ્રાફિક જમાદાર અને ટીઆરબી જવાન દ્વારા દાદાગીરી કરી દંડ વસુલતા હોવાના આક્ષેપ કારાયા
ટ્રાફિક નિયમો માટે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ વડાલી સહિત ગુજરાતના મોટા શહેરોમાં જવાનોની ભરતી કરવામાં આવી છે. ત્યારે જવાનો સામે અવારનવાર અનેક ફરિયાદો ઉઠતી જ રહેતી હોય છે. ત્યારે બે વર્ષ અગાઉ વડાલીમાં જ એક ટીઆરબી જવાનો વિડીયો વાઈરલ થયો હતો ત્યારે વડાલી પોલીસને લાછન લગાવતો આક્ષેપ
ગુરુવારે સવારે વડાલી-ખેડબ્રહ્મા હાઈવે રોડ પર ધામડી પાટિયા પાસે વડાલી ટ્રાફિક જમાદાર મહેન્દ્રભાઈ અને ટીઆરબી જવાન ભરત બંન્ને વાહન ચેકીંગ કરી રહ્યા હતા.તે દરમિયાન અમદાવાદ થી પ્રજાપતિ રવિભાઈ બગદાભાઈ માલ ભરી ને રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન વડાલીના ધામડી પાટિયા પાસે તેમને રોકી ને વાહનના ડોક્યુમેન્ટ માંગતા મોબાઈલ એમ પરિવહન એપ્લિકેશનમાં ડોક્યુમેન્ટ ન ખુલ્યા હતા.અને થોડીક વાર પછી ડોક્યુમેન્ટ ખુલવા છતાં ટીઆરબી જવાને મેમો બનાવી દીધો હતો. આમ તો ટીઆરબી જવાન ની કામગીરી ટ્રાફિક નિયંત્રણ કરવાની હોય છે પણ વડાલીમાં તો ટીઆરબી જવાન જ મેમો બનાવી કલમો લગાવે છે અને જમાદાર ખાલી સહી જ કરતા નજરે પડ્યા હતા.ત્યારબાદ ગાડીમાં ભરેલા માલસામાન ની બીલની માંગણી કરતા વાહનચાલકે મોબાઈલમાં બિલ રજૂ કરવા છતાં ટ્રાફિક જમાદાર અને ટીઆરબી જવાન ન માનતા વાહનચાલકે બીલના કોપીની ઝેરોક્ષો કઢાવી રજૂ કરવા છતાં વાહનચાલક પાસે થી ૫૦૦ રૂપિયા નો મેમો વસૂલી બીજીવાર આ રોડ પર થી નીકળતો નહીં અને ભલામણો લાવવાની નહીં તેવી ધમકી ટ્રાફિક જમાદાર દ્વારા આપતા હોવાનો આક્ષેપ વાહનચાલકે કર્યા હતા.
આ બાબતે ટ્રાફિક જમાદાર મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે મોમો ફાડયા પછી વાહનચાલક મોબાઈલ એમ પરિવહનમાં ડોક્યુમેન્ટ બતાવતો હતો.અને તેની જોડે ગાડીમાં ભરેલ માલસામાનના બિલ ન હતા.અને જીબા જોડી કરતો હતો.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા