ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “નારી શક્તિને વંદન” અંતર્ગત તાપી જિલ્લામાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ:08/03/25 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને વંદન કાર્યક્રમ વ્યારા ખાતે સિનિયર સિટીઝન ક્લબમાં યોજાયો. ડો.કનૈયા જૈન (પોશીકા ચેરીટેબલ ટ્રસ્ટ)દ્વારા મહિલાઓમાં વધતી બ્રેસ્ટ કેન્સર ની સમસ્યા વિશે માહિતી અને માર્ગદર્શન અપાયું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર શ્રી મતિ પ્રીતિબેન પાંડે દ્વારા મહિલાઓનુ સશક્તિકરણ વિશેષ વક્તવ્ય અપાયું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લા કોર્ડીનેટર શ્રીમતી જ્યોતિબેન મહાલે દ્વારા યોગ બોર્ડ પરિચય અને મહિલાઓના જીવન શૈલીમાં યોગનું મહત્વ સમજાવાયું. સોશિયલ મીડિયાના કોર્ડીનેટર શ્રીમતી રેખાબેન પાડવી એ સોશિયલ મીડિયાની માહિતી શેર કરી. સમાજમાં મહિલાઓનું સન્માન વધે અને મહિલાઓ સશક્ત બને એ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમાજમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર
મહિલાઓને સન્માનિત કરવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો. 1) ડો. દક્ષાબેન વ્યાસ (ભગિની સમાજ) 2) શ્રીમતી કલ્યાણીબેન પંડ્યા(રાષ્ટ્ર સેવિકા સમિતિ) 3) શ્રીમતી નિમિષાબેન ભાવસાર(ગંગા સમગ્ર શિક્ષણ આયામ) 4) શ્રીમતી મીનાક્ષીબેન શાહ(ઇનરવીલ ક્લબ પ્રેસિડેન્ટ) 5) શ્રીમતી રાધિકાબેન કુલીનભાઈ પ્રધાન (એકલ અભિયાન)6) શ્રીમતી અનિતાબેન દેસાઈ (રોટરી ક્લબ પ્રેસિડેન્ટ) 7) બ્રહ્મકુમારી દીપા દીદી (બ્રહ્માકુમારીઝ સંસ્થા) 8) શ્રીમતી કિર્તીબેન અલમૌલા (આર્ટ ઓફ લિવિંગ) 9) શ્રીમતી મીનાબેન પરમાર (સખી વન સ્ટોપ) 10) ધ્રુવી આશિષ પંચાલ (રાઇફલ શૂટિંગ) સમાજમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ તેમને ફ્રેમિંગ સર્ટિફિકેટ અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેકો પ્રયત્ન થઈ રહ્યા છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તાપીના કોચ, ટ્રેનર, સાધકો નો વિશેષ ફાળો રહ્યો.