ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના અપહરણ તેમજ પોકસો ના આરોપીને ગણતરીના દિવસોમાં ખેડબ્રહ્મા પોલીસે પકડી પાડ્યો
નાયબ પોલીસ મહા નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા દ્વારા અપહરણ અને પોકસો ના ગુન્હા ના આરોપીને ઝડપી લેવા માટે સૂચના આપેલ હતી જે સંદર્ભે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરિયા અને પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત વોચ માં હતા અને આવા ઈસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી
જે આધારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન માં ગુન્હો તારીખ 4/ 3 /2025 ના રોજ દાખલ થયેલ હતો અને ગુન્હા ના આરોપી રિશી કુમાર હરિભાઈ ચેનવા રહે. નીચી ધનાલ (ગાડુ વસાહત) તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા વાળો ભગાડી ગયેલ હતો અને આરોપીની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલિજન્સ આધારે તપાસ કરતા આરોપી તથા ભોગ બનનાર મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર ની નજીકમાં બેટમાં ખાતે હોવાનું જણાય આવતા અમારી ટીમના માણસો બેટમાં ઇન્દોર મધ્ય પ્રદેશ ખાતે મોકલી તપાસ કરતા આરોપી બેટમાં ગામેથી ભોગ બનનાર સગીરા સાથે મળી આવતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
આમ ખેડબ્રહ્મા પોલીસની ટીમ દ્વારા અપહરણ તથા પોક્સો ના ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડીને ઉત્કૃષ્ટ કામગીરી કરી તે બદલ ખેડબ્રહ્માના નગરજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891