જી.એચ.સી.એલ ફાઉન્ડેશન દ્વારા ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મીટીંગનું આયોજન
અમરેલી, ૧૨ માર્ચ, ૨૦૨૫: જી.એચ.સી.એલ ફાઉન્ડેશન દ્વારા આજે ખાંભા તાલુકાના માલકનેશ (મુક્તાનંદ બાપુ આશ્રમ) ખાતે ઔદ્યોગિક સામાજિક જવાબદારી (CSR) હેઠળ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડેડાણ ક્લસ્ટરના ૮૦ થી વધુ ઓર્ગેનિક ખેડૂતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને ઓર્ગેનિક ખેતીનું મહત્વ અને ગૌધરામૃત પ્લાન્ટનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સાથે ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી વિશે તેમના અનુભવો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા.
જી.એચ.સી.એલ ફાઉન્ડેશનના CSR હેડ શ્રી રમેશભાઈ મકવાણાએ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. જીવાભાઈએ સોફ્ટવેર રજીસ્ટ્રેશન વિશે માહિતી આપી હતી. કીડેચાભાઈએ ગૌધરામૃત પ્લાન્ટનું મહત્વ અને તેમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી વિશે જણાવ્યું હતું. તેજસભાઈએ રોગ-જીવાત નિયંત્રણ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી.
આ મીટીંગમાં આજુબાજુના ગામોના ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ખેડૂતોએ જી.એચ.સી.એલ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.
રિપોર્ટ. મુકેશ ડાભી જાફરાબાદ