પ્રાંતિજના ફતેપુર ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત વર્કશોપ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના ફતેપુર ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઘટતા જતા દીકરીઓના પ્રમાણ અંગે લોકજાગૃતિ કેળવાય તે માટે જીલ્લા પી.સી એન્ડ પી. એન .ડી.ટી કમિટીનાં અધ્યક્ષા કુ.કૌશલ્યા કુંવરબાની ઉપસ્થિતિમાં વર્કશોપ યોજાયો હતો.
આ કાર્યશાળામાં જીલ્લા પી.સી એન્ડ પી. એન.ડી.ટી કમિટીનાં અધ્યક્ષા કુ.કૌશલ્યા કુંવરબાએ ઉપસ્થિત સર્વેને જણાવ્યું હતુ કે દીકરીને પણ જન્મવાનો અધિકાર છે. ગર્ભમાં બાળકની જાતી જાણવાનો પ્રયાસ કરવો તે ગુનો છે.જો કોઈ વ્યક્તિ આવી કોઈ પ્રવુતિ કરતો જણાયા તો મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરવી. સમાજમાં દીકરા- દીકરી નાં જન્મના પ્રમાણમાં સમાનતા હોય તે તંદુરસ્ત સમાજ ગણાય છે. દીકરી તો વ્હાલનો દરિયો છે. તે પરિવારની ખુશહાલી છે. આપણે ગર્ભમાં બાળકની જાતી જાણવાનો પ્રયત્ન કરી કાયદાકીય અને સામાજીક અપરાધ કરીએ છીએ.
આ વર્કશોપમાં તાલુકા આરોગ્ય અધિકારિશ્રી, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891