સાબરકાંઠા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબની સુચનાથી આજરોજ તા.૧૨/૦૩/૨૦૨૫ ના કલાક ૧૦/૦૦ થી કલાક ૧૧/૩૦ સાબરકાંઠા જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ આગળ હેલ્મેટ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ જે ડ્રાઇવ દરમ્યાન સાબરકાંઠા જિલ્લામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરકારી કચેરીઓ આગળ સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફના માનણસો હાજર રહી
દ્વિ-ચક્રીય વાહનો ચલાવતી વખતે હેલ્મેટ નહી પહેરનાર સરકારી કર્મચારીઓ ઉપર વિશેષ રીતે કામગીરી કરવામાં આવેલ હતી જેમાં સાબરકાંઠા જિલ્લામાં દ્વિ-ચક્રીય વાહનનો ઉપયોગ કરતી વખતે હેલ્મેટ નહી પહેરનાર વિરૂધ્ધ કુલ ૧૧૫ કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ દંડ રૂપિયા ૨૯૦૦૦ સ્થળ દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમજ ભવિષ્યમાં પણ આ પ્રકારની ડ્રાઇવનુ આયોજન કરી દ્વિ-ચક્રીય વાહનનો ઉપયોગ કરતી વખતે હેલ્મેટ ફરજીયાત પહેરવા બાબતે ટ્રાફિક અવેરનેશ લાવી ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવનાર છે.
નાગરીકોને વિનંતી કે તેઓ હેલ્મેટ અંગેના ટ્રાફિક નિયમનુ પાલન કરી અમોને સાથ સહકાર આપશો.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891