જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત પ્રાથમિક શાળા હરિપુર તાલુકો ઉચ્છલ જિલ્લો તાપીમાં આજરોજ તારીખ 12 3 2025 ને બુધવારના રોજ પ્રાથમિક શાળા હરિપુરમાં વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલવાટિકા થી ધોરણ આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ગોમ્ય કાષ્ટ લાવીને વૈદિક હોળી તૈયાર કરવામાં આવી હતી જેમાં બાળકોએ પોતાના હસ્તે હોળીને આહુતિ આપી હતી જેમાં શાળાના શિક્ષક શ્રી શાંતિલાલે વૈદિક હોળીની પ્રતિજ્ઞા લેવડાવી હતી વિદ્યાર્થીઓએ પર્યાવરણની જાગૃતિ માટે વૈદિક હોળી પ્રગટાવવાની પ્રતિજ્ઞા લીધી હતી
. શાળાના ઉપાચાર્ય રાજેશભાઈ આર ગામીત હોળીને પ્રગટાવવાની વિધિ ના શ્લોકોનું આહવાન કર્યું હતું સાથે જ સમગ્ર શાળા પરિવાર પોતાના ઘરની આસપાસના ગામોમાં રહેતા પરિવારોને વૈદિક હોળી પ્રગટાવવા માટે જાગૃત કરવામાં આવશે એવી બાળ વિદ્યાર્થીઓએ કટિબદ્ધતા દર્શાવી હતી આમ ભારતીય સંસ્કૃતિનો પારંપરિક વારસાને જાળવવા તેમજ વાતાવરણને સ્વચ્છ રાખવાના હેતુથી કરવામાં આવેલી ઉજવણી ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ખજૂર ચણા કોપરું ગોળ ખાઈને કરી હતી તેમજ કપૂર ,ઘી રૂ થી હોળીને આહુતિ આપવામાં આવી હતી
કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય સંગીતાબેન ગોવિંદભાઈ સુરાણીએ સમગ્ર શાળા પરિવારને હોળીની શુભેચ્છા પાઠવી હતી
તારીખ 12 3 2025 ને બુધવારના રોજ પ્રાથમિક શાળા હરિપુરમાં વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવી હતી
અન્ય સમાચાર





Total Users : 147141
Views Today : 