માન્ય ડીગ્રી વગર પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને પકડી પાડતી એસ.ઓ.જી. ગીર સોમનાથ
જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ,જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓ ગીર સોમનાથ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવા કરેલ સુચના મુજબ.ગીરસોમનાથ ઇ.એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી એનબી. ચૌહાણ તથા પો.સબ ઇન્સ.શ્રી એન.એ.વાઘેલા નાઓના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બી બાનવા તથા પ્રતાપસિંહ એમ. ગોહીલ તથા પો.કોન્સ. રણજીતસિંહ એમ.ચવડા એ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ સયુક્ત ખાનગી હકિકત આધારે મેડીકલ ઓફીસરશ્રી ડો.શ્રી વી.આર.દુમાતર નાઓને સાથે રાખી નાથણ ગામ વિસ્તારમાં, બાબુભાઇ રામભાઇ ડાભી, ઉવ.૩૪ રહે.શિલોજ તા.ઉના વાળો ગે.કા. રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કિલનીક/દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હોય જેને રેઇડ દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન તથા બીપી માપવાનું સાધન તથા સિરપની બોટલો તથા છુટી દવાઓ વિગેરે મેડિકલને લગત તમામ સાધન સામગ્રી તથા દવાનો જથ્થો કુલ આર્ટીકલ-૫૯ જેની કુલ કિ.રૂ.૧૨,૯૬૪/- ના મુદામાલ સાથે મળી આવતા ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી આવેલ છે.
ન્યૂઝ ઓફ વડાલી/ઉના
ધર્મેશ ચાવડા