વડાલીના રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડરના ગોડાઉન બંધ કરાવો
વડાલીના વેપારીઓ દ્વારા ગેસ સિલિન્ડરના ગોડાઉન બંધ કરાવવા મામલતદાર ને રજૂઆત કરાઈ
વડાલી નગરપાલિકા વિસ્તારમાં સુરક્ષાના સાધન વિના જીવતા બોમ્બ સમાન ગેસ સિલિન્ડરનો ગોરખ ધંધો બંધ કરાવવા આજુબાજુના દુકાનદારોએ બે દિવસ અગાઉ વડાલી મામલતદારને રજૂઆત કરી રહેણાંક વિસ્તારમાંથી ગોડાઉન દૂર કરવા રજૂઆત કરાતા પુરવઠા વિભાગ તપાસ બાદ ડીએસઓ માં રિપોર્ટ કરાયો હતો.
વડાલી નગરપાલિકા રહેણાંક વિસ્તારમાં કેટલાક સમયથી દેના ગ્રામીણ બેંક પાસે રોજ હજારો લોકોની અવરજવરવાળા ભરચક વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનું ગોડાઉન બનાવી લોકોના જીવ જોખમમાં મુકી
આર્થિક ફાયદા માટે વેચાણ છેલ્લા કેટલાય વર્ષોથી રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડરનું વેચાણ બાબતે આજુબાજુના દુકાનદારોએ વડાલી મામલતદારમાં રજૂઆત કરાતા પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
જે બાબતે પુરવઠા વિભાગના અધિકારી વિક્રમસિંહ એ જણાવ્યું હતું કે સ્થળ તપાસ કરતા સ્થળ ઉપર કોઈ બોટલ મળી આવી ન હતી રિલાયન્સ ની એજન્સી હોવાના કારણે 11 તારીખે 18 બોટલો આવી હતી. જે ગેસ બોટલ સેમ ડે ગ્રાહકોને આપી દેવાય હતી અને રહેણાંક વિસ્તારમાં ગેસ બોટલ નું વેચાણ બાબતે ડી એસ ઓ રિપોર્ટ કરાશે
અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891