લક્ષ્મી વુમન હોસ્પિટલ ઇડર સામે પી.સી. પી.એન.ડી.ટી એકટ હેઠળ ફરિયાદ દાખલ કરાઇ
પી.સી.પી.એન.ડી.ટી એકટ હેઠળ તા.18/02/2025ના એપ્રો.ઓથો. અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,સાબરકાંઠા દ્વારા ડો. મિલન પટેલ, લક્ષ્મી વુમન હોસ્પિટલ, ઇડર સામે સફળ સ્ટીગ- ડિકોય ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે અન્વયે સબ એપ્રો.ઓથો.ઇડર દ્ધારા ડો.મીલન પટેલ સામે પી.સી.પી.એન.ડી.ટી એકટ હેઠળની કલમ-4.3, 5, 6, અને નિયમ-9.1, અને 9.4, નો ઉલ્લંઘન હેઠળ ચીફ જ્યુડી. મેજી.શ્રી, ઇડર ની કોર્ટ માં તા.11/03/2025 ના ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સમાજમાં દીકરી અને દીકરાના પ્રમાણનો રેશીયો એક સરખો હોય તે સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ કહેવાય છે. હાલના સમયમાં જિલ્લામાં દીકરાની સરખામણીએ દિકરીઓના જન્મનું પ્રમાણ ઓછું જોવા મળે છે. સ્વસ્થ સમાજના પાયારુપ દીકરી- દીકરાના જન્મનું પ્રમાણ એકસરખું રહે તે દેશના ઉજ્જ્વળ ભવિષ્ય માટે આવકાર્ય છે.
જિલ્લા એપ્રોપ્રિયેટ ઓથોરિટિ અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની જિલ્લાના પ્રજાજનોને અપીલ છે કે ગર્ભ પરિક્ષણ સાથે સંકળાયેલ હોય તેવા કોઇ ડોકટર દ્વારા આ પ્રકારનું કોઇ ગર્ભ પરિક્ષણ કરવામાં આવતું હોય તેમજ કોઇ પરિવાર દ્વારા પણ કોઇ માતાને ગર્ભમાં દીકરો કે દિકરી છે જે જાણવાનો પ્રયાસ કે દબાણ કરવામાં આવતું હોય તો આપ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારિશ્રીને જાણ કરવા વિનંતિ કરવામાં આવે છે. ગર્ભમાં બાળક્ની જાતિ જાણવાનો પ્રયત્ન કરવો એ પ્રિનેટલ ડાયગ્નોસ્ટીક એકટ અન્વયે કાનુની રીતે સજાને પાત્ર ગુનો બને છે.
જિલ્લા વિકાસ અધિકારિશ્રી હર્ષદ વોરાએ જિલ્લાના પ્રજાજનોને અપીલ કરતાં જણાવ્યુંકે ગર્ભમાં બાળક્ની જાતિ જાણવાનો પ્રયાસ કરવો એ કાનુની અને સામાજિક અપરાધ છે. સ્ત્રીભ્રુણ હત્યા મહાપાપ છે. આપણે દિકરીઓને અવતરતાં અટકાવીશું નહી.
અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891