>
Sunday, December 7, 2025

હોળી-ધુળેટી ના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં થઇ અંગદાનની સરવાણી

હોળી-ધુળેટી ના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં થઇ અંગદાનની સરવાણી

 

સિવિલ હોસ્પિટલ માં ૨૪ કલાક માં ત્રણ અંગદાન

 

અંગદાનમાં કુલ ૦૯ અંગો અને ૪ આંખોનું દાન મળ્યું

 

સિવિલ હોસ્પિટલ માં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ અંગદાન થકી ૬૦૦ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૫૮૨ જરૂરીયાતમંદને મળ્યું નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોળી-ધુળેટી ના પવિત્ર દિવસે દાનની સરવાણી વહી છે.

૨૪ કલાકમાં કુલ ત્રણ અંગદાન થયા છે.

 

પ્રથમ અંગદાન

 

૫૫ વર્ષના વયોવૃદ્ધ પડી જતા માથાના ભાગે ઇજા થઇ .તારીખ ૧૦ માર્ચ ના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ માં દાખલ કરાયા ‌

જ્યાં સારવાર દરમ્યાન ૧૪ માર્ચના રોજ સિવિલના ડોક્ટરો ની ટીમે દર્દી બ્રેઇન ડેડ હોવાનું પરીવારજનોને જણાવતા પરીવારજનોએ તેમના અંગદાન થકી બીજા કોઇનો જીવ બચાવવા ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો. તેમના અંગદાન થી બે કીડની અને બે આંખો નુ દાન મળ્યું.

 

બીજા કિસ્સા માં

મુળ જુનાગઢ ના ૫૫ વર્ષીય કરશનભાઇ બાતાને અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ . જેથી તેમને પ્રથમ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ જુનાગઢની જ પ્રાઇવેટ હોસ્પિટલ માં અને પછી વધુ સારવાર અર્થે તારીખ ૧૨ માર્ચ ના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા‌.

અહીં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા.૧૪.૦૩.૨૦૨૫ ના રોજ ડૉક્ટરોએ કરશનભાઇને બ્રેઈનડેડ જાહેર કરી પરીવારજનો ને આવી પરીસ્થીતી માં અંગદાન નુ મહ્ત્વ જણાવી અંગદાન કરવા સમજાવ્યા. સિવિલ હોસ્પીટલ ખાતે હાજર કરશન ભાઇ ના પત્ની અને એક ના એક દીકરા એ અંગદાન ના આ પવિત્ર કાર્ય માટે હામી ભરી પરોપકારી ઉમદા નિર્ણય કર્યો. કરશનભાઇ ના અંગદાન થી ૨ કીડની તેમજ એક લીવર નુ દાન મળ્યુ.

 

ત્રીજુ અંગદાન

મહેમદાવાદ ખેડાના રહેવાસી ૫૨ વર્ષીય નગીનભાઇ પરમારને તારીખ ૯ માર્ચ ના રોજ મગજની નસ ફાટતા પોતાના ઘરે બેભાન થઇ ઢ્ળી પડતા પ્રથમ મહેમદાવાદ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ નડીયાદ સિવિલ અને પછી વધુ સારવાર અર્થે તારીખ ૯ માર્ચની સાંજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમે નગીનભાઇ બ્રેઇન ડેડ થતા તે અંગેની જાણ તારીખ ૧૪.૦૩.૨૦૨૫ ના રોજ પરીવારજનોને કરી .અંગદાન વિશે સમજાવતા તેમના પુત્ર અને અન્ય તમામ પરીવારજનો એ નગીન ભાઇ ના જે પણ અંગો કોઇ બીજા ના કામ માં આવે તેવા હોય તે લઇ શક્ય તેટલા લોકો નો જીવ બચાવવાનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો. નગીનભાઇ ના અંગદાન થી હ્રદય, બે કીડની તેમજ એક લીવર તથા બે આંખો નુ દાન મળ્યુ.

સિવિલ હોસ્પિટલ માં થયેલ આ ત્રણ અંગદાનથી મળેલ ૬ કીડની અને ૨ લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં તેમજ હ્રદય ને ગ્રીનકોરીડોર મારફતે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ માં દાખલ દર્દી ને પ્રત્યારોપણ કરવામાં આવશે. અંગદાન થી મળેલ ૪ આંખો નુ દાન સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આંખ ની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ.

 

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ ત્રણ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૬૦૦ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૮૨ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

 

અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૩૪ કિડની, લીવર -૧૬૦, ૫૮ હ્રદય ,૩૦ ફેફસા , ૯ સ્વાદુપિંડ , બે નાના આંતરડા , પાંચ સ્કીન અને ૧૨૪ આંખોનું દાન મળ્યું છે.

 

પ્રેમ અને રંગો ના પ્રતિક સમાન હોળી ધુળેટી ના તહેવાર માં પોતાના વ્હાલ્સોયા સ્વજનના અંગો ના દાન થકી આ ત્રણ અંગદાતા પરીવારજનો એ કુલ 9 લોકો ને અંગદાન થકી અને 4 લોકો ને આંખો નુ દાન આપી તેમના જીવન માં નવા રંગો પુર્યા.

 

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores