>
Sunday, December 7, 2025

ઇડરના ફિંચોડ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો

ઇડરના ફિંચોડ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો

 

લાઈબ્રેરીએ જાણકારી અને જ્ઞાનનો ખજાનો છે.પુસ્તકાલય શિક્ષણ અને સંસ્કૃતિના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે.

 

સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના ફિંચોડ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય તથા રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તાના આર્થિક સહયોગથી શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિતશ્રી હરિ સાર્વજનિક પુસ્તકાલયનો નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ સાંસદશ્રી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામા ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમા સાંસદશ્રી શોભનાબેન બારૈયા તેમજ ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરાએ રીબીન કાપીને નવીન ગ્રંથાલય ભવનનો શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમા સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે લાઈબ્રેરીએ જાણકારી અને જ્ઞાનનો ખજાનો છે. લાઈબ્રેરીમાં ઘણા પ્રકારની પુસ્તકો, સામગ્રી અને સંસાધનો ઉપલબ્ધ હોય છે જે પ્રતિવ્યક્તિ માટે વિવિધ વિષયો પર જ્ઞાન મેળવવાનો ઉત્તમ માધ્યમ છે. તે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.લાઈબ્રેરીમાં પ્રાચીનથી લઈને આધુનિક કાવ્ય, સાહિત્ય, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિષયો પર પુસ્તકો મળી શકે છે. આ માહિતીના આધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શોધકર્તાઓ માટે અમુલ્ય હોય છે.લાઈબ્રેરી એ એક શાંતિપૂર્ણ અને મૌન વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં લોકો ધ્યાન કેન્દ્રીત કરી પોતાનું અભ્યાસ અથવા સંશોધન કરી શકે છે.આ સાથે જ ગ્રામ્ય સ્તરે આ નવીન ગ્રંથાલયનો પ્રયાસ સરાહનીય છે.

આ કાર્યક્રમમા ઇડર ધારાસભ્યશ્રી રમણલાલા વોરાએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્રારા વાંચે ગુજરાત સહિતના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે. આ પુસ્તકાલય થકી આજુબાજુના ગામના બાળકો પણ લાભ લઇ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉતીર્ણ કરી ગામનું ગૌરવ વધારશે.

આ કાર્યક્રમમા ગ્રંથાલય નિયામકશ્રી પંકજપૂરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આજના આ કોમ્પ્યુટર યુગમા યુવાનોમા વાંચનનું મહત્વ વધે તે માટે આવા ગ્રંથાલય નિર્માણ મહત્વનું સ્થાન ધરાવે છે. આ સાથે દેશનું ભવિષ્ય એવા બાળકોમા વાંચન પ્રત્યે રસ વધે તે માટે પ્રાથમિક શાળાના બાળકો અઠવાડિયામા એક વાર આ પુસ્તકાલયની મુલાકાત લે તેવો અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ, શ્રી ફીંચોડ કેળવણી મંડળ પ્રમુખશ્રી કાંતિભાઈ પટેલ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખશ્રી ભાનુપ્રસાદ પટેલ,માનદશ્રી ગ્રંથપાલશ્રી નારાયણભાઈ પટેલ સહિત વિવિધ અગ્રણીશ્રીઓ તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores