વિદાય સમારંભ તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો
ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એચ.એસ.સી પરીક્ષા 2025 ના વિજ્ઞાન પ્રવાહના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર હિંમત હાઇસ્કુલ ખાતે રસાયણ વિજ્ઞાનનું પરીક્ષણ યોજવામાં આવ્યું
જેના કો. ઓર્ડીનેટર ડૉ. મનીષભાઈ પંડ્યા જેવો છેલ્લા 28 વર્ષથી જૈનાચાર્ય આનંદ ઘનસુરી વિદ્યાલય હિંમતનગર ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે વર્ષ 2021 માં સાબરકાંઠા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક અને વર્ષ 2022 માં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પુરસ્કૃત થયેલ એવા શ્રી મનીષભાઈ પંડ્યા ને મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મૂલ્યાંકન કાર્યના અંતિમ દિવસે કેન્દ્ર નિયામક અને આચાર્ય શ્રી સુરેશભાઈ એસ. પટેલના અધ્યક્ષ સ્થાને ભવ્ય વિદાય સન્માન આપવામાં આવ્યું
આ કાર્યક્રમમાં કાશી શાળા વિકાસ સંકુલના કન્વીનર શ્રી ગજેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ શ્રી પી ડી દેસાઈ રસાયણ વિજ્ઞાનના શિક્ષક માંથી આચાર્ય થયેલ મિત્રો શ્રી ડૉ. નિલેશભાઈ મહેતા નિમેષભાઈ પટેલ ભદ્રેશભાઈ પટેલ અને હિમાંશુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રસાયણ વિજ્ઞાન પરિવારના નિવૃત થયેલા શ્રી ડૉ .મહેશભાઈ દરજી જે એસ ખત્રી સાહેબ એ એસ પટેલ અરવલ્લી જિલ્લામાંથી પ્રિતેશભાઈ શેઠ જે થરા સાહેબ ઉત્તમભાઈ અને કલ્પેશભાઈ તેમજ ગાંધીનગર જિલ્લામાંથી રાજેન્દ્રસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત સર્વે મહેમાનોનું પુષ્પગુચ્છ શાલ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોએ પ્રાસંગિક ઉદબોદન કરી મનીષભાઈ પંડ્યા ને નિવૃત્તિ જીવન સુખમય નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમની આભાર વિધિ બડોલી હાઈસ્કૂલના ધરતી બેન પંચાલે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના શ્રી રાજેન્દ્રસિંહ દેવડાએ કર્યું હતું. કાર્યક્રમની સફળ બનાવવા માટે તમામ મોડરેટર અને પરીક્ષકોએ યોગદાન આપ્યું હતું કાર્યક્રમના અંતે બધા જ પ્રીતિ ભોજન લઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 152478
Views Today : 