>
Saturday, May 17, 2025

ખનીજનું બિનઅધિકૃત વહન કરતાં ૦૫ વાહનોની અટકાયત કરી રૂ. ૧.૧૦ કરોડનો મુદ્દામાલ સીઝ કરતું વહીવટી તંત્ર

ખનીજનું બિનઅધિકૃત વહન કરતાં ૦૫ વાહનોની અટકાયત કરી રૂ. ૧.૧૦ કરોડનો મુદ્દામાલ સીઝ કરતું વહીવટી તંત્ર

 

ખાણ-ખનીજ કચેરીની તપાસ ટીમ દ્વારા કલેક્ટર શ્રી દિગ્વીજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ સઘન વાહન ચેકિંગ કરી અને ખનીજનું બિનઅધિકૃત વહન કરવા બદલ ૦૫ વાહનોની અટકાયત કરી રૂ. ૧.૧૦ કરોડનો મુદ્દામાલ સીઝ કરી દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વહીવટી તંત્ર દ્વારા સિંઘવ નાગદાનભાઇ ટીડાભાઇના વાહન ટ્રેકટર નં.GJ-11-CD-2536માં ભરેલ બિ.લાઇમસ્ટોન ખનીજ વહન કરવા માટેનો રોયલ્ટીપાસ કે ડીલીવરીપાસ વગર કુલ-૪ મે.ટન બિ.લાઇમસ્ટોન ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું.આ જ રીતે બોસ્તાર રાહુલભાઇ માત્રાભાઇના વાહન ડમ્પર નં.GJ-13-AW-8632(16 TYRE)માં ભરેલ સેન્ડસ્ટોન(નોર્મલ) ખનીજ વહન કરવા માટે ડિલીવરી પાસનો સમયપૂર્ણ થયા બાદ કુલ-૩૩.૫૧૪ મે.ટન સેન્ડસ્ટોન (નોર્મલ) ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરાયું હતું.ઉપરાંત ભરતભાઇ સોલંકીના વાહન ડમ્પર નં.GJ-36-V-5014(12 TYRE)માં ભરેલ બ્લેકટ્રેપ ખનીજ વહન કરવા માટે રોયલ્ટી પાસનો સમયપૂર્ણ થયા બાદ કુલ-૩૩.૫૯૦ મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરાયું હતું.તેમજ રૂતુરાજસિંહ આર. ઝાલાના વાહન ડમ્પર નં.GJ-03-CU-3005(12 TYRE)માં ભરેલ બ્લેકટ્રેપ ખનીજ વહન કરવા માટે રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધુ ૧૦.૨૦૦ મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું.આ જ રીતે ભરતભાઇ સોલંકીના વાહન ડમ્પર નં.GJ-36-V-5015(12 TYRE)માં ભરેલ બ્લેકટ્રેપ ખનીજ વહન કરવા માટે રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધુ ૧૦.૮૯૦ મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું.આ તમામ સીઝ કરેલા વાહનોને કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ઇણાજ ખાતે રાખવામાં આવ્યાં છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores