જૂની વાજડી ગામે રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન
ઉના તાલુકાના જૂની વાજડી ગામે શ્રી “અયોધ્યા ધામ ” બાપા સીતારામ પ્લોટ જુની વાજડી ખાતે શ્રી અવધવિહારી ભગવાન શ્રીરામ લાલાની પરમ કૃપાથી સદગુરુ સંત અમરદાસ બાપુ નિર્વાણ તિથિ નિમિત્તે શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરેલ છે.આ દિવ્ય પ્રસંગે ધર્મ પ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલું છે. આ જ્ઞાનયજ્ઞમાં સમસ્ત જુની વાજડી, નવી વાજળી ગામના સાથ સહકારથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાન યજ્ઞમાં ગુરુ વંદના ,રામ વનવાસ ,શબરી નવધા ભક્તિ,રામ જન્મોત્સવ, હનુંમાનચરિત ,ધનુષભંગ, સેતુબંધ રામેશ્વર સ્થાપના,રામ વિવાહ, રામ રાજાભિષેક એવા પ્રસંગો યોજાશે.કથાનો પ્રારંભ ફાગણ વદ પાંચમને બુધવાર તારીખ ૧૯/૦૩/૨૦૨૫ થી ફાગણ વદ તેરસને ગુરુવારે ૨૭/૦૩/૨૫ ના રોજ રામકથા નો વિરામ થશે.કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ નું આયોજન કરવામાં આવેલું છે.આ તકે આયોજક શ્રી સાધુ શ્રી મનસુખદાસ બાપુ ગોંડલીયા એ તમામ રામ ભક્તો અને સનાતન ધર્મ પ્રેમીઓ ને આ કથા માં આવવા જાહેર આમંત્રણ પાઠવેલ છે.તો દરેક ધર્મ પ્રેમીઓ આ રામ કથા નો લાભ લે.






Total Users : 152532
Views Today : 