હિંમતનગર ખાતે 108 ના કર્મયોગીઓએ દર્દીના રોકડ અને કિંમતી વસ્તુઓ પરત કરી પ્રામાણિકતા દાખવી
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુ કાના સહકારી જીન, કોટન માર્કેટની સામે તારીખ 19/3/25 ના સવારે 11:36 કલાકે EMRI Green Health Services 108 એમ્બ્યુલન્સને ઇમરજન્સી માટે ફોન આવ્યો હતો. ટેલીફોનિક વાતચીતમાં જાણવા મળ્યું કે સહકારી જીન બ્રિજ જોડે એક ફોરવીલર ઇકોનું એકસીડન્ટ થયુ છે. ઇકો ગાડીની અંદર એક માણસ ફસાયેલ છે. જેઓ ગાંધીનગર જિલ્લાના ગલુદણ તાલુકના રહેવાસી છે. જાણકારી મળતા જ 108 એમ્બ્યુલન્સમાં ઈ એમ ટી જયેશભાઈ ચમાર અને પાયલોટ રીતેશભાઈ પટેલ એમ્બ્યુલન્સમાં લઈ ઘટના સ્થળે પહોંચી જરૂરી સારવાર આપી સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે એડમીટ કર્યા હતા.
અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિ પાસેથી રોકડ રૂપિયા 10,455 જીઓનો મોબાઇલ,રાડો કંપનીની કાડા ઘડિયાળ, ત્રણ લાખ રૂપિયાનો સહી કરેલો ચેક અને એક એટીએમ કાર્ડ,પાન કાર્ડ આધારકાર્ડ મળી આવ્યું હતું.108 ના કર્મયોગીઓએ અકસ્માતનો ભોગ બનેલા પિતાના દીકરા અતુલભાઇને પરત કરી સાચા અર્થે પ્રામાણિકતા દાખવી હતી.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 142283
Views Today : 