વડાલીમાં લોભામણી લાલચ આપીને ધર્માંતરણ કરવા આવેલ 2 શખ્સોને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
વડાલીમાં બે દિવસ અગાઉ લોભામણી લાલચો આપીને ઈસાઈ ધર્મનો પ્રચાર કરતા બે શખ્સોને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ વડાલી પોલીસને હવાલે કર્યા બાદ વડાલી પોલીસે ગુનો નોંધી તપાસ કર્યા બાદ વડાલી સિવિલ કોર્ટમાં બંને આરોપીને રજૂ કરી સાત દિવસના રિમાન્ડ ની માગ કરાતા વડાલી કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
સાબરકાંઠા જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અભણ અને ગરીબ પરિવારોને ધર્મ પરિવર્તન કરાવી રોકડ રકમ તથા અન્ય સગવડો આપવાના પ્રલોભનો અપાઈ રહ્યા છે. ત્યારે સોમવારે વડાલીમાં પોશીના અને કોટડાછાવણી તાલુકાના બે ઈસમો દ્વારા કેટલાક પરિવારોને હિન્દુ ધર્મમાંથી ઈસાઈ ધર્મ અપનાવવા માટે રૂ. ૨૦ હજાર રોકડ તેમજ અન્ય સવલતો આપવાનું પ્રલોભન આપતા વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોને ખબર પડતાં સગર રણજીત અશોકભાઈ એ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી ત્યારે પોલીસે બંનેની ધર્મ પરિવર્તન મામલે ગુનો દાખલ કરી પોસીના તાલુકાના દેમતી ગામના પરમાર રતીલાલ ઉદાભાઇ તથા કોટડા છાવણી તાલુકાના સડા ગામના ભવરભાઈ મોહનભાઈ પારગી ને વડાલી સિવિલ કોર્ટમાં રજૂ કરી વડાલી પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગ કરી હતી ત્યારે વડાલી સિવિલ કોર્ટે બંને આરોપી ને પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા
જે બાબતે વડાલી ઇન્ચાર્જ પી આઈ ડી આર પઢેરીયા જણાવ્યું હતું કે બંને આરોપીના સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા પરંતુ વડાલી કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






