Friday, April 25, 2025

આજ રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સાબરકાંઠા જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ‘ચાલો બનીએ આદર્શ’ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો.

આજ રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સાબરકાંઠા જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ‘ચાલો બનીએ આદર્શ’ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો.

જેમાં સાબરકાંઠા જિલ્લાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના 1100થી વધુ આચાર્ય તથા શિક્ષકો તેમજ સ્વનિર્ભર શાળાના 100 થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય, ડેપ્યુટી કલેકટર શ્રીવિમલભાઈ ચૌધરી, સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતિ મીતાબેન ગઢવી , જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, પૂર્વ MLA શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી હિમાંશુભાઈ નીનામા તેમજ ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના મહામંત્રી શ્રી હિતેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમનો આરંભ થયો હતો. આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, હિંમતનગરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલપુરુષ સ્વામી પણ પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તેઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવે, તે માટે આ કાર્યક્રમ અંતર્ગત ‘ચાલો બનીએ આદર્શ’ની એપ્લિકેશનનાં માધ્યમથી પ્રેરણાદાયી વિડીયો તમામ શાળાઓને પ્રાપ્ત થનાર છે. બાળકોના સંસ્કાર ઘડતરનું કાર્ય બી.એ.પી.એસ સંસ્થા દ્વારા કાર્યરત આ કાર્યક્રમથી કઈ રીતે થશે તેનું માર્ગદર્શન સૌને પ્રાપ્ત થયું હતું. સારંગપુરથી પધારેલા પૂજ્ય જ્ઞાનનયનદાસ સ્વામીએ ‘સા વિદ્યા યા વિમુક્તયે ‘ વિષય પર પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી ભારતના ઉજ્જ્વળ ભાવિ તરફ એક ડગલું આગળ ભરવાની નેમ સર્વે આચાર્યશ્રી તથા શિક્ષકોએ લીધી હતી.

 

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores