Friday, April 25, 2025

રાજ્યકક્ષાએ શ્રી ખુ.મ. ગાંધી પ્રાથમિક શાળા નો વિદ્યાર્થી ઝળકયો

રાજ્યકક્ષાએ શ્રી ખુ.મ. ગાંધી પ્રાથમિક શાળા નો વિદ્યાર્થી ઝળકયો

 

(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)

રાજ્યકક્ષા કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ તારીખ – ૧૭ થી ૨૦ માર્ચ દરમિયાન ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી ખુ .મ. ગાંધી પ્રાથમિક શાળાનો ધોરણ – ૭ નો વિદ્યાર્થી યશ અમિતભાઈ ગામીતે ઓર્ગન સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી યશે શાળા તથા તાપી જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ ગૌરવાન્વિત કર્યું છે. યશને સમગ્ર તાલીમ શાળામાં જ સંગીત શિક્ષક શ્રી સિલાંશભાઈ ગામીત દ્વારા આપવામાં આવી છે. ચિ. યશને તથા માર્ગદર્શક શિક્ષકને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores