સાબરકાંઠા કલેક્ટર શ્રી ની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા માટે રાજકીય પક્ષો સાથેની બેઠક યોજાઇ
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલીત નારાયણ સિંઘ સાંદુ અને (ઇ.ચા)નાયબ ચૂંટણી અધિકારી શ્રી વિમલ ચૌધરીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં મતદારોને મતદાનથી અગાઉ ટેક્સ મેસેજ મળે, વોટર સ્લીપ, મતદાર યાદી સુધારણા ની વિગતો અપડેટ, સ્થાનિક ચૂંટણીઓમાં પણ મતદાનની સ્લીપો આપવામાં આવે, બહારના મતદારોને જાહેર પરિવહન માં કન્સેસન મળી શકે, એક્ઝિટ પોલ બાબતે ચોક્કસ ગાઈડ લાઈન બને, ચૂંટણીઓમાં લોભામણી બાબતો પરત્વે કડક કાર્યવાહી થાય, વિવિપેટની ગણતરી, સાબરકાંઠા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ વધે વધુમાં વધુ લોકો મતદાન કરતા તે અંગે વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સંખ્યાધિક અધિક કલેક્ટરશ્રી રોહિત ડોડીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી કિષ્ના વાઘેલા, ચૂંટણી મામલતદાર શ્રી, તેમજ રાજકીય પક્ષોના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145677
Views Today : 