Friday, April 25, 2025

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ તાલુકો પોશીના પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ACB ના છટકામાં…

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ તાલુકો પોશીના પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ACB ના છટકામાં…

 

પ્રાપ્ત વિગત અનુસાર પોશીના તાલુકાનો એક જાગૃત નાગરિક ભાડાની ઇકો ગાડીમાં પોતાની પત્નીને રાજસ્થાન મૂકી પરત આવતો હતો તે દરમિયાન રાત્રિના સમયે પોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા ઈકો ગાડી ઉભી રખાવી ગાડી ચેક કરતા ગાડીમાંથી એક બિયરની બોટલ મળી હતી જેની પતાવટ માટે પોશીના પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ રાકેશ કુમાર ચંદુભાઈ ડાભી દ્વારા રૂપિયા બે લાખની માગણી કરેલ જે રકજકને અંતે રૂપિયા 60,000 આપી ગાડી લઈ જવી અને પૈસા નહીં આપે તો ફરિયાદી ઉપર દારૂનો કેસ કરવાનું કહી ફરિયાદી પાસેથી તે સમયે રૂપિયા 2000 લઈ લીધા ત્યારબાદ બીજી વાર પોશીના બજારમાંથી ફરિયાદી જાગૃત નાગરિક જતો હતો ત્યારે કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદીને પકડી પોલીસ સ્ટેશન લાવી જાગૃત નાગરિક પાસેથી ₹4,000 અને મોબાઈલ લઈ લીધેલો અને એમ કહેલ કે જ્યારે તું પૂરું પેમેન્ટ આપીશ ત્યારે મોબાઈલ અને ઈકો ગાડી પરત લઈ જવા મળશે ત્યારબાદ પોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા વારંવાર ફોન પર પૈસાની ઉઘરાણી કરેલ જે હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા 15,000 ની માગણી કરેલ સાથે સાથે ફરિયાદી જાગૃત નાગરિક દ્વારા રકજકના અંતે ₹12,500 આપવાનું નક્કી કર્યું જે બાબતે ફરિયાદી જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી.ના અધિકારી સાથે સંપર્ક કરી ₹12,500 ની રકમ સાથે ન્યુધનલક્ષ્મી બોરવેલ પોશીના ખાતે લાંચિયા કોન્સ્ટેબલ રાકેશ કુમાર ચંદુભાઈ ડાભીની ધરપકડ કરી હતી આ સફળ કામગીરી સાબરકાંઠા એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.પી. ચૌધરી સાહેબ તથા સુપરવિઝન અધિકારી શ્રી એ.કે. પરમાર મદદનીશ નિયામક ગાંધી નગર એસીબી એકમ દ્વારા કરવામાં આવી હતી

 

તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores