Friday, April 25, 2025

ગીર સોમનાથના તલાલા ખાતે રાજ્યકક્ષાના ઇનોવેશન ફેરમાં ઈડર ની કે. એમ. પટેલ વિદ્યામંદિર ઝળકી

ગીર સોમનાથના તલાલા ખાતે રાજ્યકક્ષાના ઇનોવેશન ફેરમાં ઈડર ની કે. એમ. પટેલ વિદ્યામંદિર ઝળકી

 

શિક્ષિકા શ્રી વીણાબેન ગઢવીએ પોતાનું ઇનોવેશન ‘રસાયણ વિજ્ઞાનના કઠિન એકમોનું સરળીકરણ દ્વારા શિક્ષણ’ વિષય પર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરી સમગ્ર ઉત્તરગુજરાત ઝોનનું પ્રતિનિધિત્વ કર્યું

 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ૧૦ મા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ઇડરની શ્રી કે.એમ. પટેલ વિદ્યામંદિરના શિક્ષિકા વીણાબેન ગઢવીએ પોતાનું ઇનોવેશન રજૂ કરી સમગ્ર ઉત્તરગુજરાત ઝોનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શિક્ષણમાં નવીનતા અને ગુણવત્તા લાવવા માટે શિક્ષિકા વીણાબેન ગઢવીએ પોતાનું ઇનોવેશન ‘રસાયણ વિજ્ઞાનના કઠિન એકમોનું સરળીકરણ દ્વારા શિક્ષણ’ વિષય પર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ કૃતિમાં સ્થાન મળતા સરકારશ્રી દ્વારા રાજ્યકક્ષાના ઇનોવેટિવ ટીચર તરીકે નો એવોર્ડ ,પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયું હતો. ઈડરની કે એમ પટેલ વિદ્યામંદિરને રાજ્ય કક્ષાના ઇનોવેશન કાર્યક્રમમાં શ્રેષ્ઠ સ્થાન મળતા આચાર્યશ્રી કિરણકુમાર પટેલ ,શાળા સંચાલક મંડળ તેમજ સમગ્ર શાળા પરિવારે શિક્ષિકાશ્રી વીણાબેન ગઢવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.

 

તસ્વીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores