જાફરાબાદ તાલુકાના ભાડા ગામે ગામની બજારોમાં સાફ સફાઈ કામગીરી કરવા માં આવી..
જાફરાબાદ ના ભાડા ગામે રહેણાકી વિસ્તારોમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું..
ભાડા ગામમાં જાડી જાખરી હોય જેથી અવારનવાર સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ ગામમાં ધૂસી જતા હોય અને પશુઓના મારણ કરતા હોય છે જેથી ભાડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું એ બાવળની જાડી તેમજ નડતરરૂપ હોય તેવા કાંટાળા બાવળો હટાવાયા હતા…
ભાડા ગામના સરપંસ નાથાભાઈ વિજભાઈ મહીડાને ગ્રામજનો રજૂઆત કરતા રજૂઆતને ધ્યાને લઈ સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેથી ગ્રામજનો યે સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો…
રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ