*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*માણકી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 2025 નો વાર્ષિકોત્સવ યોજાયો*
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના માણકી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે 23/ 3/ 2025 ના રોજ વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ ધોરણ 12 ની દીકરીઓનો વિદાય કાર્યક્રમ અને સાથે ભોજન સમારોહ રાખવામાં આવેલ.
આ પ્રસંગે પૂર્વ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, સી.આર.સી વાસણા વાતમ, વી.સી રાજપુત ,સંતોષ હોસ્પિટલના ડો. ભરતભાઈ ઠાકોર, ભગવાનજી ઠાકોર ,પ્રાથમિક શાળા માણકી ના આચાર્ય ધીરુભાઈ પુરોહિત, માધ્યમિક શાળાના શિક્ષક,ગામના સરપંચ, ઉપસરપંચ ,કેએમસીના સભ્યો, વાલી શ્રી ઑ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. બદલ કેજીબીવી માણકી ના વોર્ડનબેન શ્રી કિન્નરીબેન કે પંચાલ આસિસ્ટન્ટ વોર્ડન પ્રજાપતિ આરતીબેન એમ, આસિસ્ટન્ટ વોર્ડન ચૌધરી ડિમ્પલબેન જી ,તેમજ તમામ સ્ટાફગણ ને,કેએમસીના સભ્ય શ્રી ચૌધરી, સાઉન્ડના દાતા જયંતીજી ઠાકોર ,રણછોડભાઈ, ભેમાજી મકવાણા ઉમદા કામગીરી બદલ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું







Total Users : 154909
Views Today : 