મંડોળ ગામે ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઈમસ્ટૉનનું રૂ.૧.૪૦ કરોડનું ખનીજ ખનન પકડી પાડતું તંત્ર દંડની રકમ વસૂલવા અંગે નિયમોનૂસારની કાર્યવાડી ડાથ ધરવામાં આવી
જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોજે.મંડોળ તા.વેરાવળ ખાતેના ખાનગી માલિકીના સર્વે નં-4 પૈકી 204/પૈકી 6/પૈકી 1 માં વિસ્તાર 121.41 હેક્ટરમાં બુહા ગીરધરભાઈ ગોકળભાઇના નામે મંજૂર થયેલ લીઝની તપાસ હાથ ધરતાં ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટૉન ખનીજ ખનન કરેલ હોવાનું જણાઈ આવ્યું હતું. સદરહું વિસ્તારની માપણી હાથ ધરતાં કુલ-27,856 મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું માલુમ પડયું હતું. જેની ખનીજ કિંમત 3.1.40 કરોડ જેટલી થવા જાય છે. જે માટે દંડની રકમ વસૂલવા અંગે નિયમોનૂસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી.