ભાજપના ધારાસભ્ય જ કરાવે છે ધર્માંતરણ?
કાજલ હિંદુસ્તાની ના ટ્વીટથી ગરમાવો
દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણનો ખેલ વર્ષોથી ચાલી રહ્યો છે.લાખો ભોળાભાળા પ્રકૃતિ પૂજક આદિવાસીઓને ધર્માંતરણ કરાવી નંખાયુ છે.મોરારી બાપુ જેવા સંતો પણ આ મામલો ગત સપ્તાહે સોનગઢ ખાતે કથા દરમ્યાન ઉઠાવ્યો હતો.ત્યારે જો કે સામાજિક કાર્યકર કાજલ હિંદુસ્તાનીએ સમગ્ર મામલે વિડીયો અને ફોટા સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આદીવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કરતા ચકચાર મચી ગઈ છે.
સૌથી ચોંકાવનારી બાબત છે કે, ધર્માંતરણનો આ ખેલ ભાજપના જ એક ધારાસભ્ય ખેલી રહ્યા છે.આ કાજલ હિંદુસ્થાનીએ કરેલા ટ્વીટ અનુસાર ધર્માંતરણની ઘટના તાપી જિલ્લાના વ્યારાની હોવાનો દાવો કર્યો છે.ઉપરાંત ધર્માંતરણના આ ખેલ માં ભાજપ ના જ ધારાસભ્ય મોહન કોકંણીની સંડોવણી હોવાનું જણાવ્યું છે.
સામાજિક કાર્યકર અને હિન્દુત્વવાદી નેતા કાજલ હિન્દુસ્થાનીએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનું ધર્માંતરણ થતું હોવાના દાવા સાથેની એક પોસ્ટ કરી હતી.સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેણે કેટલાક વીડિયો અને તસવીરો પણ શેર કરી છે.જેના અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણનો ખેલ ઝડપથી વધી રહ્યો છે.આદિવાસી સમુદાયના સામાજિક સંગઠન દેવ બિરસા સેનાએ કહ્યું છે કે, ભાજપના ધારાસભ્ય મોહન કોંકણી ધર્માંતરણની આ રમત પાછળના મુખ્ય સુત્રધાર છે.