શ્રી ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ ખેડબ્રહ્મા દ્વારા 29 મો એકલીગજી દાદા નો પાટોત્સવ યોજાયો.
આજે ખેડબ્રહ્મા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં તારીખ ૨૮/૦૩/૨૦૨૫ ના રોજ શ્રી ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ ખેડબ્રહ્મા દ્વારા પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને આ પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
આ પાટોત્સવના યજમાન રમાબેન ભરતકુમાર સંપત હાલ રહેવાસી મુંબઈ દ્વારા લઘુરુદ્ર તેમજ મહાપ્રસાદ તથા બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તે જ દિવસે સાંજે યજમાન કનુભાઈ મહાશંકર જોશી ગલોડીયા વાળા દ્વારા પણ મહાપ્રસાદ અને બાળકોને ઇનામ આપવાની ઘોષણા કરવામાં આવી તારીખ ૨૮/૦૩/૨૦૨૫ ના રોજ શ્રી ભટ્ટમેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ ખેડબ્રહ્મા દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યો દ્વારા અને ખેડબ્રહ્મા તાલુકાના સમાજના તમામ લોકો હાજર રહી એકલિંગજી દાદા ના પાટોત્સવની ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ભટ્ટ મેવાડા સમાજના આગેવાનો તેમજ વડીલો બાળકો અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાટોત્સવના સમાપન વખતે ભંડારાના બંને યજમાનોને ભટ્ટ મેવાડા સમાજ ટ્રસ્ટ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891