તાપી જિલ્લાની સિલેટવેલની વનરાજ વિદ્યાલયના આચાર્યશ્રીની પ્રસંશનીય કામગીરી.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સિલેટવેલ ગામ ખાતે આવેલી વનરાજ ઉત્તરબુનિયાદી વિદ્યાલય જે અંદરના અંતરિયાળ વિસ્તારમાં આવેલી હોવા છતાંય આ શાળાનું શિક્ષણ કાર્ય બિરદાવવાલાયક છે.આ શાળાનું મકાન ખુબ જ જુનું અને જર્જરીત હાલતમાં છે.શાળામાં ધોરણ ૯ થી ૧૨ સામાન્ય પ્રવાહ સુધી અભ્યાસ ચાલે છે જેમાં વિધાર્થીનીઓ માટે કન્યા છાત્રાલય પણ આવેલી છે. શાળામાં કુલ અંદાજે ૨૦૦ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે આ શાળામાં વિધાર્થીઓને શિક્ષણ સાથે વોકેશનલ ટ્રેડ તરીકે એગ્રિકલ્ચર ટ્રેડ ચલાવાય છે જેમાં વિધાર્થીઓ જાતે ખેતી કરતાં શીખે છે.વિવિધ શાકભાજી અને મશરૂમની ખેતી પણ વિધાર્થીઓ જાતે કરી રહ્યા છે. જેનું સંપુર્ણ માર્ગદર્શન શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો આપી રહ્યા છે.
શાળામાં ભલે મકાન પાકું નથી પણ વિધાર્થીઓને શિક્ષણ સ્માર્ટ બોર્ડ દ્વારા અને વાઇ ફાઇ સાથે આધુનિકતાથી અપાય છે.શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ,પુસ્તકાલય,એગ્રિકલ્ચર પ્રયોગશાળા જેવી અનેક સગવડો એક મોંધી ફી વસુલતી શાળા પણ ન આપી શકે એવી સગવડો અપાઇ રહી છે.ઉપરાંત દરરોજ શાળામાં વિવિધ ઉજવણી અને નવા નવા સંશોધન થતા રહે છે.
શાળાના વિદ્યાર્થીઓ શિસ્ત અને વિવેક સાથે ટેકનોલોજી સભર શ્રેષ્ઠ શિક્ષણની સાથે જ ખેતીવાડી પણ શીખી રહ્યા છે. અને આદિજાતીના ગરીબ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ કઇ રીતે મળી શકે તે માટે શાળાના આચાર્યશ્રી મનિષભાઇ હંમેશા પ્રયત્નશીલ રહે છે. શાળાના શિક્ષકો અને આચાર્યશ્રીની કામગીરી ખરેખર બિરદાવવાલાયક છે.



 
                                    




 Total Users : 143153
 Total Users : 143153 Views Today :
 Views Today : 