કોડીનાર એસ.ટી વર્કશોપમાં જાથાની રજૂઆત બાદ કથા બંધ રાખવા ફરજ પડી
ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર એસ.ટી. વર્કશોપમાં કામકાજ ના દિવસ સમયે સત્યનારાયણ કથાનુ ધાર્મિક આયોજન કરવામાં આવ્યુ હતુ તે અંગે ભારત જન વિજ્ઞાન જાથાએ શુભેચ્છકો સાથે આવેદનપત્ર પાઠવતા ધાર્મિક કથા બંધ અને જમણવાર રદ કરવાની ફરજ પડી હતી. લોકોના રૂપિયામાંથી બનેલુ વર્કશોપમાં નાગરિકોની ઉપેક્ષા કરવામાં આવી હતી. જાથાએ ઉચ્ચ કક્ષાએ રજૂ આત કરતા ટૂંક સમયમાં અધિકારી-કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવાશે. ભવિષ્યમાં ધાર્મિક આયોજન નહિ યોજાય તે એસ.ટી.નિયામકે જાથાને ખાત્રી આપી હતી.
બ્યુરો ચીફ ગીર સોમનાથ
ધર્મેશ ચાવડા