કોરોના કાળમાં પોતાના અને પરીવારના જીવના જોખમે રાજ્યની જનતાની સેવા કરનાર આરોગ્ય કર્મીઓ ની માંગ સરકાર પુરી કરે એવી સરકાર શ્રી ને વિનંતી કરું છું..!!
રાજ્યના પાટનગર ખાતે દસ કે તેથી વધુ દિવસોથી ચાલી રહેલ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ની હડતાળ પર સરકાર શ્રી ને વાર્તાલાપ કરીને એમની માંગણીઓ સ્વીકારવી જોઈએ આરોગ્ય કર્મચારીઓ ની માંગણી પણ વ્યાજબી જ છે. ટેકનિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગું કરો અને ખાતાકીય પરીક્ષા રદ કરો આ બાબતે સરકાર ને તાત્કાલિક ધોરણે સુખદ સમાધાન કરીને કોરોના વોરિયર્સ ને ન્યાય આપવા સરકાર શ્રી ને નમ્ર વિનંતી કરું છું..!!
ગુજરાત ના લોકોની સુખાકારી માટે આરોગ્ય ની ચીંતા કરીને કોરોના ના કપરા સમયમાં બારેમાસ કોઈપણ ઋતુમાં લોકોના આરોગ્ય માટે રાત દિવસ મહેનત કરતા તમામ કર્મચારીઓ વંદન કરીને એમની માંગણીઓ ને સમર્થન જાહેર કરું છું એક સમય એવો હતો કે પરીવાર માં કોઈ એક બીજા પાસે આવવા માટે તૈયાર નહતું ત્યારે આજ આરોગ્ય કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મૂકી ને ગુજરાત ના લોકોને કોરોના માંથી બચાવવા માટે ખુબ મહેનત અને સંધર્ષ કર્યો છે. આ કર્મચારીઓ ખુબ લાંબા સમયથી પોતાની નાણાકીય માંગણીઓ અને વહીવટી માંગણીઓ ને લઈને સરકાર પાસે સતત રજુઆત કરતા આવ્યા છે પરંતુ પોતાના અહંકાર અને ઘમંડ થી ચાલતી આ સરકાર ને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે એમની માંગણીઓ ને સ્વિકારીને યોગ્ય ન્યાય આપવો જોઈએ..!!
માંગીલાલ પી પટેલ
ચેરમેન શ્રી, શિક્ષણ સમિતી બનાસકાંઠા