ખેડબ્રહ્મા શહેરમાં આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની મીટીંગ પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ
ખેડબ્રહ્મા નગરના પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.ડી.આર પઢેરિયા સાહેબના અધ્યક્ષતામાં આગામી તહેવાર રમજાન ઈદ તેમજ રામનવમી તહેવાર ને લઈને શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવી હતી

આ શાંતિ સમિતિની મીટીંગમાં ખેડબ્રહ્મા નગરના દરેક સમાજના આગેવાનો તેમજ અગ્રણી વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા
શાંતિ સમિતિ ની મિટિંગમાં પીઆઇ. ડી આર પઢેરીયા સાહેબ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે આવનાર તહેવાર શાંતિથી ઉજવાય તેમ જ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ અગત્યની સૂચનાઓ પણ આપવામાં આવી હતી
તસવીર અહેવાલ .વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 156792
Views Today : 