પાલનપુર નગરપાલિકાની કડક કાર્યવાહી.
શિમલા ગેટ નજીકની દુકાનમાંથી 50 કિલો પ્લાસ્ટિક જપ્ત.
પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી. ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ ની સૂચના મુજબ સેની ટેશન શાખા એ સીમલા ગેટ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એક દુકાનમાંથી 50 કિલો નો પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. નગરપાલિકા તમામ પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. નગરપાલિકાના આ પગલાથી અમુક વેપારીઓમા ફફડાટ ફેલાયો છે. પાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરમાં કડક ચેકિંગકરવામાં આવશે. જો કોઈ વેપારી પ્લાસ્ટિકની થેલીમાં માલ સામાન આપતા પકડાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ પરબતદેસાઈ પાલનપુર.