Thursday, April 3, 2025

પાટણ સખી વન સ્ટોપ સેન્ટરમાં * 1574 પીડિત મહિલાઓને સેવાઓ સાથે ન્યાય

**પાટણ સખી વન સ્ટોપ સેન્ટરમાં * 1574 પીડિત મહિલાઓને સેવાઓ સાથે ન્યાય*
પાટણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે ધારપુર સિવિલ 24 કલાક કાર્યરત છે

આ સેન્ટરમાં સાથે પીડિત મહિલાઓ ને એક જ સત્ર નીચે પાંચ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે જેમાં કાયદાકીય તબીબી પોલીસ સહાય, આશ્રય તેમજ. મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ અને તદ્દન હંગામી ધોરણે આશ્રય સહાય આપવામાં આવે છે.
પાટણ સખી વન સ્ટોપ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં *307* બેનો ને હિંસા નો ભોગ બનેલ મહિલાઓને મદદ કરવામાં આવી છે જેમાં ઘરેલુ હિંસા,પ્રેમ પ્રકરણ, ગુમ થયેલ મહિલા, શારીરિક માનસિક અને જાતિય હિંસા અપહરણ અને અન્ય કેસોનો સમાવેશ થાય છે જેમાં *163* મહિલાઓ પોતાની રીતે, *41* બેનો અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા, *50* બેનો પોલીસ સ્ટેશન દ્વારા આવેલ,

*6* બેનો pbsc સેન્ટર દ્વારા, *07* બેનો વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, *22* બેનો ધારપુર મેડીકલ હોસ્પિટલ દ્વારા, આમ સેન્ટર ખાતે કુલ એક વર્ષ માં 307 મહિલા ને મદદ કરી ન્યાય અપાવ્યો છે
36 માનસિક અસ્વસ્થ બેનો ને તબીબી સારવાર આપી પરિવાર સાથે પુનઃ સ્થાપન કર્યું છે
એક વર્ષ માં *155* બેનો ને આશ્રય આપી ન્યાય આપવામાં આવેલ છે ઉલ્લેખ નીય છે કે કોઈ પણ જગ્યાએ ખાનગી અથવા જાહેર જગ્યા ઉપર હિંસા નું ભોગ બનનાર કોઈપણ મહિલા આ સખી વન સેન્ટર ની સેવાઓનો ઉપયોગ લઈ શકે છે તેમજ સેન્ટર માં પ્રિ પોસ્ટ અને પોસ્ટ મેરેજ કાઉન્સિલિંગ,. મહિલા સુરક્ષા,અને સલામતી માટે વિવિધ થીમ આધારિત સેન્ટર દ્વારા જાગૃતિ કાર્યક્રમો કરી મહિલા ઓ માં જાગૃતતા આવે તેવા પ્રયાસ કરવામાં આવે છે
બ્યુરો રિપોર્ટ.ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores