સ્કૂટર પાછળ કૂતરાને દોરીથી બાંધી ઘસડ્યો, જીવદયા પ્રેમીએ બચાવ્યું
હિંમતનગર-ઇડર સ્ટેટ હાઇવે પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા અને પુરુષે એક કૂતરાને સ્કૂટર પાછળ દોરીથી બાંધીને ઘસડ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
ખાડિયા વિસ્તારના જીવદયા પ્રેમી મિતુલ વ્યાસે આ દૃશ્ય જોયું. તેમણે તરત જ આ નિર્દયી કૃત્ય અટકાવ્યું. આરોપીઓએ મિતલને ધમકી આપી કે તેમની પણકૂતરા જેવી હાલત કરશે. ત્યારબાદ કૂતરાને છોડીને ભાગી ગયા.
મિતુલે ઈજાગ્રસ્ત કૂતરા માટે તરત જ 1962 હેલ્પલાઇન પર કોલ કરી સારવારની વ્યવસ્થા કરી. તેમણે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
ઘટના મહેતાપુરાના ધાણધા વિસ્તારમાં ઇડર સ્ટેટ હાઇવે પર બની હતી. આ પ્રકારની પશુ ક્રૂરતા સામે કડક કાર્યવાહીની માંગ ઊઠી છે.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891