આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપેલા નવા જિલ્લા વાવ થરાદ ની ભેટથી આજે સમગ્ર થરાદ તાલુકાના આંજણા ચૌધરી સમાજ દ્વારા થરાદ તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના પણ અથાગ પ્રયત્નો થકી વાવ થરાદ ને નવી જિલ્લાની ઓળખ અને ભેટ મળી છે
જેના અનુસંધાને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ નો થરાદ આંજણા ચૌધરી સમાજ દ્વારા આજે બુઢણપુર ખાતે સત્કાર સમારોહ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે આપણા સૌના લોકલાડીલા અને વાવ થરાદના જનજનના હૃદય સમ્રાટ એવા પૂર્વ સાંસદ માનનીય શ્રી પરબતભાઈ પટેલની તથા બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પીલિયાતર તથા બનાસ બેંકના ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ ડોક્ટર કરસનભાઈ પટેલ સાહેબ ડોક્ટર જે જે પટેલ સાહેબ તથા થરાદ આંજણા ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી દરેકે માનનીય અધ્યક્ષ શ્રી નું સન્માન કર્યું હતું અને વાવ થરાદના લોકોમાં આ નિર્ણયથી અદભુત ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે એવું માનનીય પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબે જણાવ્યું હતું. અહેવાલ…એક ભારત ન્યુઝ પ્રદીપ ત્રિવેદી ખુશી અગરબત્તી થરાદ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના પણ અથાગ પ્રયત્નો થકી વાવ થરાદ ને નવી જિલ્લાની ઓળખ અને ભેટ મળી છે
અન્ય સમાચાર