Wednesday, April 16, 2025

સાબરકાંઠામાં બુટલેગરો બેફામ બન્યા

 

પોલીસની નાકાબંધી દરમિયાન વડાલીના એ.એસ.આઇ ને બુટલેગર એક કારથી ટક્કર મારતા ઈજાઓ થઈ

 

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં જીતપુર ગામની સીમમાં એ.એસ.આઇ નરસિંહ ભોમાજી નાકાબંધી કરતા હતા તે દરમિયાન બુટલેગરો બેફામ બની કાર ચડાવી ટક્કર મારતા એએસઆઈ ઘાયલ થયા હતા અને ઇજાઓ પહોંચી હતી જેને લઇને પોલીસે બે આરોપીઓને ઝડપી અને અન્ય ચાર આરોપીઓ મળી કુલ 6 વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

 

આ અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી સુરેશ પોકરારામ હરજી જી બિશ્નોઇ પરેશ રમેશજી કાનાજી ઠાકોર અશોકજી બધાજી ઠાકોર રાજસ્થાનના દૈયા ઠેકા ઉપરથી ઇનોવા ગાડીમાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ગેરકાયદેસર રીતે ભરી લઈ આવી એકબીજાના મેળપીપળામાં કાવતરું રચી ક્રેટા ગાડી થી આરોપી નંબર ત્રણ એ પાયલોટિંગ કરી વિદેશી દારૂ ભરેલ ઇનોવા ગાડી કોઈપણ રીતે બચાવી ભાગી જવાના ઇરાદે ફરિયાદી તથા એ.એસ.આઇ નરસિંહ ભોમાજીને નાકાબંધી દરમિયાન મોત નીચવવાના ઇરાદે ઇનોવા ગાડી છે ટક્કર મારી ઇજાઓ કરી તેમ જ creta ગાડી ને ટક્કર મારી નુકસાન કર્યું હતું અને પોલીસના પીછા દરમિયાન વિદેશી દારૂની તથા બિયરની બોટલ ટીમ નંગ 889 જેની કિંમત રૂપિયા બે લાખ 2,02,165 અને innova ગાડી કિંમત 15,00,000 લાખ તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત 20,000 મળી કુલ કિંમત 17,22,165 ના મુદ્દા માલ સાથે બે ઈસમો ને ઝડપી લીધા હતા તેમ જ અન્ય ચાર ઈસમો નહીં મળી આવતા વડાલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓની અટક કરી 6 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરેશ પોકરારામ હરજીજી બિશ્નોઇ ઢાકા ઉમર વર્ષ 30 રહે નિયાવાડા તાલુકો બાઘોડા જીલ્લો ઝાલોર સાંચોર રાજસ્થાન પરેશ રમેશજી કાનાજી ઠાકોર ઉંમર વર્ષ 23 રહે વિસનગર ભક્તોનો વાસ તાલુકો વિસનગર જીલ્લો મહેસાણા અશોક જી બધાજી ઠાકોર રહે વિસનગર તાલુકો વિસનગર જીલ્લો મહેસાણા ક્રેટા ગાડી થી પાઇલોટિંગ કરનાર મોહન પ્રભુભાઈ રબારી રહે દૈયા રાજસ્થાન દયા ઠેકા ઉપરથી ભરી આપનાર દલાજી ભુરાજી રબારી રહે દૈયા ઉપરથી ભરી આપનાર અને છતરાજી બેચરાજી રબારી રાજસ્થાન ઠેકા ઉપરથી ભરી આપનાર સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

 

તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores