Wednesday, April 16, 2025

અરવલ્લી જિલ્લામાં Govt. of Gujarat લખેલી ગાડીઓનો દુરૂપયોગ

પહેલા Govt. of Gujarat લખેલી ગાડીમાંથી માંસનો જથ્થો, હવે..

Govt. of Gujarat લખેલી બોલેરોમાંથી દારૂ પકડાયો

Govt. of Gujarat લખેલા પાટિયા મુકી નિયમોનો છેદ ઉડાવતા ચાલકો

એજન્સીઓ પર કોના આશીર્વાદથી નિયમો નેવે મુકી રહ્યા છે ?

અરવલ્લી જિલ્લામાં Govt. of Gujarat લખેલા પાટિયા મારીનો રફ જમાવવાના કિસ્સાઓ તો સામે આવી રહ્યા છે, પહેલા Govt. of Gujarat લખેલી ગાડીમાંથી માંસનો જથ્થો પકડાયો હતો, ત્યારે હવે વિદેશી દારૂનો જથ્થો પોલિસે પકડી પાડ્યો છે. જિલ્લા પંચાયત, જિલ્લા સેવા સદનમાં Govt. of Gujarat ગુજરાત લખેલા પાટિયા સાથેની કેટલીય ગાડીઓ ફરતી હોય છે, જેઓ સરેઆમ નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે, ત્યારે આવા ધજાગરા વચ્ચે વધુ એક પર્દાફાશ અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. મોડાસાના સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાંથી Govt. of Gujarat ગુજરાત લખેલી બોલેરોમાંથી વિદેશી દારૂનો જથ્થો પોલિસે પકડી પાડ્યો છે.

 

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. એચ.પી.ગરાસીય તેમજ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મહીન્દ્ર બોલેરોગાડીનં GJ.16.DG.0433ની માં વિદેશી દારૂનો જથ્થો લવાઈ રહ્યો છે. બોલેરો શામળાજી તરફથી મોડાસા તરફ આવે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે મોડાસા ની પેલેટ ચોકડીથી સહયોગ ચોકડી તરફથી આવતા રોંગ સાઈડે બુટલેગરે બોલેરો ગાડી હંકારી હતી. અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચે બોલેર ગાડીનો ખાનગી વાહનથી પીછો સ્વામિનારાયણ મંદીર સામે સર્વોદયનગર ડુંગરીમાં આવેલા મહાકાળી મંદીરની પાછળ ઊભુ કરી દીધી હતી. પોલિસે બોલેરોની આગળ ખાનગી ગાડી થી બોલેરોને રોકી દેતા, તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલિસે ચાલકનું નામ પૂછતા કલ્પેશકુમાર સોમાભાઇ કોટવાલ ઉ.વ.28 રહે. નાની ઇસરોલ તા.મોડાસા જિ.અરવલ્લી ના હોવાનું જણાવ્યું હતું. પોલિસે ચાલકના કબ્જાની બોલેરો ગાડીનં GJ.16.DG.0433ની ઉપર અંગ્રેજીમાં GOV OF GUJARAT લખાણ લખી ઠગાઈ કરી ગાડીમાં ઇગ્લીંશ દારૂ તથા બીયરની જથ્થો લઇ આવવા બદલનુ પાસ પરમીટ માંગતા પોતાની પાસે નહી હોવાનું માલૂમ થયું હતું.

 

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારના સર્વોદયનગર ડુંગરી થી મહીન્દ્રા બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/ટીન નંગ-403, દારૂ ની કુલ કિંમત 56,354 તેમજ બોલેરો ગાડીની કિ.રૂ.5,00,000/- તથા મોબાઈલ ફોન નંગ-1 કિ.રૂ.10,000/- મળી કુલ કિ.રૂ.5,66,351 /- રૂપિયાના મુદ્દામાલ સાથે (1) કલ્પેશકુમાર સોમાભાઈ કોટવાલ ઉ.વ.૨૮ રહે. નાની ઇસરોલ તા.મોડાસા જી.અરવલ્લી અને (2) દીપક ઉર્ફે રસલ અમરતભાઈ સલાટ રહે. સર્વોદયનગર ડુંગરી મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.અહેવાલ = અલ્કાબેન પંડ્યા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores