સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા નિવૃત્તિ સન્માન અને શુભેચ્છા સન્માન કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના વતની અને માધ્યમિક શિક્ષકથી શરૂ કરેલી યાત્રા સરકારી શાળાના આચાર્ય, જિલ્લા શિક્ષણ અધિકારી, બોર્ડના સચિવ, સંયુક્ત નિયામક જીસીઈઆરટીથી લઈને અધિક નિયામક તેમજ નાયબ નિયામક રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન સુધીની 34 વર્ષની શૈક્ષણિક યાત્રા પૂર્ણ કરી અને વય નિવૃત્ત થયેલા શ્રી ડી એસ પટેલનો વય નિવૃત્તિ સન્માન સમારંભ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખશ્રી ભાનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.. જેમાં સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ કિરણભાઈ પટેલ, માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ હસમુખભાઈ પટેલ, વહીવટી સંઘના પ્રમુખ પ્રવિણસિંહજી રાણા, શાળા સંચાલક મંડળના અધ્યક્ષ રમણ દાદા તથા જિલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વય નિવૃત્ત થયેલ શ્રી ડી. એસ. પટેલે રાજ્યના શિક્ષણ વિભાગના હિતમાં સુપેરે કરેલ કામગીરીની નોંધ લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આચાર્ય ભરતી ના બીજા રાઉન્ડમાં હાજર થયેલ 26 નવ નિયુક્ત થયેલ આચાર્યશ્રીઓનું જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મિતાબેન ગઢવી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રત્યુતરમાં શ્રી ડી. એસ. પટેલે પોતાના વતન સાબરકાંઠાના તમામ આચાર્યશ્રીઓનો આભાર માન્યો હતો. રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ અને જિલ્લાના પ્રમુખ કિરણભાઈ પટેલે શ્રી ડી. એસ. પટેલનું સાલ અને મોમેન્ટો આપી નિવૃત્તિ સન્માન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય સંઘના અધ્યક્ષ હરીશભાઈ પટેલ, ઉપ-પ્રમુખ ગજેન્દ્રભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નાદૂરસ્ત તબિયતના લીધે જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્માના આચાર્ય અને તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલે કાર્યક્રમને શુભેચ્છા આપી હતી. આભાર વિધિ જિલ્લા મહામંત્રીશ્રી ભરતભાઈ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું ભાવવહી સંચાલન આચાર્યશ્રી શશીકાંત પટેલે કર્યું હતું.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 155978
Views Today : 