આજ રોજ ખેડબ્રહ્મા તાલુકા ખાતે તાલુકા પ્રમુખશ્રીના અધ્યક્ષતા હેઠળ તાલુકા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક મળી જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તાલુકાના સંકલન તાલુકા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ-સાબરકાંઠા ના પ્રોટેકશન ઓફિસર મુકેશભાઈ સોલંકી અને શીત્તલબેન પરમાર ઉપસ્થિત રહેલ બેઠક માં અનાથ, એકવાલી વાળા, ભિક્ષાવૃત્તિ,બાળ શ્રમિક, દિવ્યાંગ તેમજ જરૂરીયાત મંદ બાળકોના કેસો બાબત ચર્ચા કરવામાં આવેલ જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠા ના પ્રોટેકશન ઓફિસર મુકેશભાઈ સોલંકી દ્વારા 0 થી 18 વર્ષમાં આવતા કાળજી અને રક્ષણની જરૂરીયાત વાળા બાળકોને સરકારી ની કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી આપેલ જેમાં ખેડબ્રહ્મા તાલુકાના વિશેષ જરૂરીયાત બાળકોને મળતી સહાય વિશે જાણકારી આપેલ જેમાં (1) પાલક માતા-પિતા યોજના -128 (2) સ્પોન્સરશીપ યોજના -13 (3) મુખ્યમંત્રી બાળ સેવા યોજના – (અનાથ)-02 (4) મુખ્યમંત્રી બાળ સેવા યોજના (એકવાલી) -28 બાળકો ને જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠા દ્વારા હાલ માં સહાય કાર્યરત છે તે અંગે જાણકારી આપવામાં આવી
વિશેષમાં બાળકો ના કાયદાઓ જેવાકે લેબર એક્ટ -1986 અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ -2015 ની કલમ -79 મુજબ 18 વર્ષ થી નીચેની ઉંમર ના બાળકો ને મજૂરી પર રાખવા એ પણ કાયદાનું ઉલઘન છે તેમજ બાળ લગ્ન પ્રતિબંધક એક્ટ – 2006 હેઠળ 18 વર્ષથી નીચેની ઉંમર દીકરી અને 21 વર્ષ થી નીચેની ઉંમર ની દીકરો હોય અને જો લગ્ન કરે તે બાળ લગ્ન કહેવાય તેમાં થતી સજા અને દંડ વિશે વિગતવાર સમજ આપવામાં આવેલ
અંત માં 30/04/2025 ના રોજ અખાત્રીજ ના ખાસ મુહૂર્ત હોવાથી વધારે સંખ્યામાં લગ્ન ના આયોજન થતા હોય છે તે ધ્યાને રાખી તાલુકાથી ગ્રામ્ય કક્ષા સુધી કોઈ બાળ લગ્ન ના થાય તે અંગેની તકેદારી રાખવા અને સાવચેતી ના પગલાઓ લેવા તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા તમામ તલાટી-કમ- મંત્રીશ્રીઓ અને તમામ સમાજ ના આગેવાનો ને ખાસ સૂચના આપવામાં આવેલ તેમજ અન્ય કોઈ મુદ્દા ના હોઈ બેઠક ને બહાલી આપી પૂર્ણ જાહેર કરવામાં આવ્યો
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891