Tuesday, April 15, 2025

મોટા ડેસર તથા સિલોજ ગામમાં હથીયાર તથા બુકાનીધારી ઇસમોનો વિડીયો વાયરલ થયેલ જે બાબતે અસરકારક પેટ્રોલિંગ કરી દેલવાડા તથા લામધાર ગામેથી હથીયાર સાથે ધરપકડ કરતી ગીર સોમનાથ પોલીસ.

જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ગીર-સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગનાઓના દ્રારા ઉના પો.સ્ટે.વિસ્તાર ના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રી દરમ્યાન અસરકારક પેટ્રોલિગ કરી ગ્રામ્ય વિસ્તારમાં અજાણ્યા હથીયાર તથા બુકાનીધારી ઇસમો કારની નંબર પ્લેટમાં માટી લગાવી લોકોમાં ડર તથા ભયનો માહોલ ઉભો કરતા હોય તેવા ઇસમોને પકડી પાડવા સખત સુચના કરેલ હોય.આજરોજ એલ.સી.બી. ઈ.ચા.પોલીસ ઇન્સપેકટરશ્રી તથા પો.સબ.ઇન્સશ્રી એ.સી.સીંધવ નાઓ એલ.સી.બી. ટીમને તથા ઉના પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ એન રાણાએ સર્વેલન્સ સ્ટાફને આપેલ સુચના અન્વયે ઉના પો.સ્ટે.વિસ્તારમાં તમામ ટીમો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી.ટીમ દ્વારા (૧) લામધાર ગામના પાટીયા ડી.એસ.સી. સ્કુલ પાસેથી બાતમી હકીકત આધારે નીચે મુજબના કુલ-૬ ઇસમોને વાયરલ થયેલ વીડીયો બતાવેલ ટોયોટા ઇનોવા કાર GJ-18-AC-9252 માં હથીયાર સાથે રાખી નીકળતા પકડી પાડેલ તથા ઉના પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા (૨) દેલવાડા ગામે પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ બોલેરો ગાડી ચેક કરતા જેના રજી નં. GJ-15-VV-0738 વાળીમાં ધારદાર હથીયાર ધારીયુ સાથે નીચે મુજબનો ઇસમ મળી આવતા મજકુરની પુછપરછ કરતા ભુંડ પકડવા આવેલ હોવાનું જણાય આવેલ અને તમામની ઉડાણપુર્વક પુછપરછ કરતા થોડા દિવસ પહેલા મોટા ડેસર તથા સિલોજ ગામમાં રાત્રીના સમયમાં હથીયાર તથા બુકાનીધારી શંકાસ્પદ ઇસમો ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ડર તથા ભયનો માહોલ ઉભો કરી નીકળતા વિડીયો વાયરલ થયેલ તે બાબતે તેઓએ જણાવેલ કે તમામ ઇસમો અલગ અલગ વિસ્તાર માંથી ભુંડ પકડવા આવેલ હોવાનું જણાવેલ જેથી ઉપરોક્ત ગામના આગેવાનોની રજુઆત અન્વયે આવા ઇસમો સામે કાર્યવાહી કરેલ અને રાત્રીના સમયમાં પેટ્રોલિંગ પણ અસરકારક ચાલુ છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores