(રિપોર્ટ – જીંકેશ લિંબાચિયા)
ઇડર તાલુકાના ગાંઠિયોલ ગામમાં ચૈત્રી પૂનમ નિમિતે ભાવિકોએ મા લીંબચના દર્શન કર્યા. હનુમાન જયંતી અને શનિવાર અને સમાજ ધ્વારા ઊજવાતી અવિરત ૨૦૦મી પૂનમનો વિશેષ સંયોગ.
સમાજ ઉપરાંત અન્ય સમાજમાંથી પણ ભાવિકો દર્શનાર્થે આવ્યા હતા. અને હનુમાન જયંતી નિમિત્તે સંગીતમય સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવેલ હતું. અને પ્રોગ્રામના અંતમાં સમાજ ધ્વારા વિધાર્થીઓને રાહત દરે નોટબુક – ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા.
સમાજના પ્રમુખ કનુભાઈ નાયીએ જણાવ્યું હતુકે છેલ્લા ૧૬ વર્ષની આ મંદિરમાં સમાજના દાતાઓ ધ્વારા અવિરત પૂનમની ઉજવણી કરવા આવે છે અને આજની પૂનમ તેમજ સુંદરકાંડના દાતાશ્રી ચેતનાબેન દેવેન્દ્રભાઈ લિંબાચિયા (ઇડર) ધ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને સમાજ ધ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું….