વડાલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતાં ચક્ચાર મચી જવા પામી હતી. વહેલી સવારે સાતેક વાગે પરિવાર ઉલટીઓ પરિવાર કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઝેરી પ્રવાહી પી ગયાની આશંકાને પગલે 108 બોલાવી સારવાર અર્થે ઇડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા બાદ બપોરે હિંમતનગર સિવિલમાં રિફર કરાયા બાદ પરિવારના મોભીનું સિવિલમાં કરૂણ મોત નિપજ્યું હતું. જેને લઈ વડાલીમાં શોકની કાલીમાં છવાઈ છે.
જાણવા મળી રહ્યા મુજબ આર્થિક સંકડામણને લઈ પરિવાર નંદવાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલમાં મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. વડાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સમગ્ર ચકચારી ઘટનાની વિગત એવી છે કે, વડાલીમાં ચોકલી વિસ્તારમાં રહેતા અને સગર વિનુભાઈ મોહનભાઈ તથા તેમના પત્ની અને ત્રણ બાળકો સાથે વડાલીમાં ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શનિવાર વહેલી સવારે સગર વિનુભાઈ મોહનભાઈએ તેમના પત્ની, ત્રણ બાળકો સાથે રહી ઝેરી પ્રવાહી ગટગટાવતા તમામને ઉલટીઓ થતાં
આડોશ પાડોશમાંથી લોકો દોડી આવ્યા હતા અને પરિવારે એક સાથે દવા પી ગયાની આશંકાને લઈ 108 માં જાણ કરી વિનુભાઈ મોહનભાઈ સગર (41) તેમના પત્ની કોકીલાબેન વિનુભાઇ સગર (37) ત્રણ બાળકો નિલેશભાઈ સગર (14), નરેન્દ્રભાઈ સગર(14) અને ક્રિષ્નાબેન સગર (17)ને સારવાર અર્થે વડાલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત વધારે ગંભીર હોવાથી ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. તમામની હાલત સ્થિર થતી ન હોવાથી તબીબે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોકીલાબેન વિનુભાઈ સગરની હાલત ગંભીર છે. જ્યારે ત્રણ બાળકો સારવાર હેઠળ છે. સગર પરિવારે એક સાથે ઝેરી પ્રવાહી કેમ ગટગટાવ્યું તેનું કારણ હજુ સામે આવ્યું નથી.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340881