હિંમતનગર ખાતે RSETI દ્વારા સેલફોન રીપેરીંગ અને સર્વિસિંગ અંગે તાલીમ યોજાઈ
(રિપોર્ટ – જીંકેશ લિંબાચિયા)
સાબરકાંઠા જિલ્લામાં બરોડા ગ્રામીણ સ્વ રોજગાર તાલીમ 1 સંસ્થા(RSETI) હિંમતનગર દ્વારા તાલીમાર્થીઓને સેલફોન રીપેરીંગ – અને સર્વિસિંગની ૩૦ દિવસીય તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કુલ ૨૪ ઉમેદવારોએ સફળતા પૂર્વક તાલીમ પૂર્ણ કરી હતી. તાલીમ મેળવ્યા બાદ તાલીમર્થીઓ પોતાનો વ્યવસાય ચાલુ કરી આર્થિક રીતે પગભર બનશે તેવા આશયથી આ તામીલનું આયોજન કરવામાં
આવ્યુ હતુ. આ તાલીમમાં તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંસ્થાના નિયામકશ્રી તુષાર પ્રજાપતિ, NRLM વિભાગમાંથીશ્રી રોહિત પ્રજાપતિ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.