Wednesday, April 16, 2025

તલોદ પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા જિલ્લા બહારના આરોપીને સાબરકાંઠા પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડ્યો

નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગની સૂચનાથી પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાના આદેશથી સાબરકાંઠા જિલ્લાના નાસતા ફરતા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી તે અંતર્ગત શ્રી પાયલ સોમેશ્વર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સાબરકાંઠાના જરૂરી માર્ગદર્શન આપેલ હતી તે અનુસંધાને ટીમ નંબર 4 અને ટીમ નંબર 5 ના ઇન્ચાર્જ શ્રી ડી.આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્માંના ટીમ નંબર 5 ના ઇન્ચાર્જ શ્રી કે વી વહોનીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને જરૂરી સૂચના આપતા તેઓ તેમની ટીમ સાથે તે દિશામાં કાર્યશીલ હતા

 

જે દરમિયાન તારીખ 14/ 4/ 2025 ના રોજ નાસતા ફરતા આરોપીઓ સંબંધિત તપાસ કરતા હતા તે દરમિયાન મળેલ બાતમી ને આધારે તલોદ પોલીસ સ્ટેશનના ઈ પી કો કલમ 406, 420 મુજબના કામે નાસતા ફરતા આરોપી સુરેશભાઈ ગણેશભાઈ દ્રોપલ રહે. 33 ઇન્ડિયન કોલોની સામે નારાયણ વિભાગ નું બોપલ (ઘુમારોડ) અમદાવાદ હાલ રહે. વેજલકા તા. રાણપુર જીલ્લો બોટાદ વાળા ની તપાસ કરતા મળી આવતા તેઓની પૂછતાછ કરી જે બાબતે ગુન્હા ના રેકોર્ડ આધારે તપાસ કરતા તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ઇપીકો 406, 420 મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોવાનું જણાઈ આવતા આરોપીને પકડી આગળની ઘટતી કાર્યવાહી કરવા તલોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો

 

આમ સાબરકાંઠા જિલ્લાની નાસતા ફરતા આરોપીને પકડવાની ટીમ નંબર 5 ને ગુન્હો કરી છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા જિલ્લા બહારના આરોપીને પકડવામાં સફળતા મળી

 

કામગીરી કરનાર અધિકારી:

 

ડી.આર. પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા

કે. વી. વહોનીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા

અ.પો.કો. દોલતભાઈ કેશાભાઈ એલસીબી હિંમતનગર

અ.પો.કો. રાજેશભાઈ રમેશભાઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન

પો.કો.અંકિતકુમાર નટવરભાઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન

પો.કો.સિધ્ધરાજસિંહ ચંદુસિંહ તલોદ પોલીસ સ્ટેશન

ડ્રા.પો.કો.વનરાજભાઈ રામજીભાઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશન

 

તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores